નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

CBIએ અપ્રમાણસર સંપત્તિ સંબંધિત કેસમાં 2005 બેચના આરોપી IRS અધિકારીના જયપુર, અમદાવાદ અને ગાંધીનગરમાં અગિયાર સ્થળોએ તપાસ હાથ ધરી

Posted On: 08 MAY 2025 2:12PM by PIB Ahmedabad

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI) અપ્રમાણસર સંપત્તિ સંબંધિત કેસમાં 2005 બેચના આરોપી IRS અધિકારીના રહેણાંક અને સત્તાવાર પરિસર, જેમાં જયપુર, અમદાવાદ અને ગાંધીનગરના અગિયાર સ્થળોએ તપાસ કરી રહી છે.

સીબીઆઈ દ્વારા 2005 બેચના આરોપી આઈઆરએસ અધિકારી અને તેમની પત્ની વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિ મેળવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપીએ ગેરકાયદે રીતે પોતાને સમૃદ્ધ બનાવ્યા છે અને તેમની પાસે તેમના આવકના સ્ત્રોતો કરતાં વધુ નાણાકીય સંસાધનો હોવાનું જાણવા મળ્યું છે. એવો પણ આરોપ છે કે આરોપી IRS અધિકારીની પત્નીએ 1,31,58,291.11 રૂપિયા એટલે કે તેમની આવકના જાણીતા અને કાયદેસર સ્ત્રોતોના 156.24%ની અપ્રમાણસર સંપત્તિ મેળવવામાં મદદ કરી હતી. વધુમાં એવો પણ આરોપ છે કે આરોપીઓએ જયપુર, અમદાવાદ, ગાંધીનગર અને મુંબઈમાં મિલકતો હસ્તગત કરવામાં ગેરકાયદેસર રીતે કમાયેલા નાણાંનું રોકાણ કર્યું હતું.

આ કેસની તપાસના ભાગરૂપે, જયપુર, અમદાવાદ અને ગાંધીનગરમાં આરોપી અને તેના સાથીઓના પરિસર સહિત 11 સ્થળોએ વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીની આ તપાસ દરમિયાન, ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલુ છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2127666)
Read this release in: English