ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગાંધીનગરના નવા સચિવાલય ખાતે 17-04-2025ના રોજ સ્ટેટ લેવલ કમિટી ઓન સ્ટાન્ડર્ડાઈઝેશન (SLCS)ની બેઠક યોજાઈ

Posted On: 25 APR 2025 3:10PM by PIB Ahmedabad

ગાંધીનગરના નવા સચિવાલય ખાતે 17-04-2025ના રોજ સ્ટેટ લેવલ કમિટી ઓન સ્ટાન્ડર્ડાઈઝેશન (SLCS)ની બેઠક મળી હતી.

સ્ટેટ લેવલ કમિટી ઓન સ્ટાન્ડર્ડાઈઝેશન (SLCS)ની અધ્યક્ષતા ગુજરાત સરકારના મુખ્ય સચિવ માનનીય શ્રી પંકજ જોશીના આઈએએસ અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના અધિકારીઓ ઉપરાંત ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રતિનિધિઓ, કૃષિ વિભાગના પ્રતિનિધિઓ, રાજ્યના ઉદ્યોગ સંગઠનો, સ્ટેટ ચેમ્બર ઓફ કોમર્સકન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન્સ, સેન્ટ્રલ અને સ્ટેટ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, અગ્રણી ટેકનિકલ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ પણ બેઠકમાં સામેલ થયા હતા.

શ્રી પંકજ જોશીએ છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન ગુજરાતમાં BIS દ્વારા સ્ટાન્ડર્ડાઇઝેશન અવેરનેસ અને ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમ ઊભી કરવાનાં ક્ષેત્રમાં થયેલી કામગીરીની પ્રશંસા કરી હતી.

ગુજરાત સરકારનાં અન્ન, નાગરિક પુરવઠા અને ઉપભોક્તા બાબતોનાં અગ્ર સચિવ શ્રી આર સી મીણાએ અગાઉની એસએલસીની બેઠકનાં એજન્ડાનાં મુદ્દાઓ પર એક્શન ટેકન રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. તેમણે ગુજરાત સરકારની પ્રાપ્તિ નીતિ 2024 પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં આઇએસનું પાલન કરતા ઉત્પાદનોની ખરીદી ફરજિયાત બનાવવામાં આવી છે, જે અગાઉના એસએલસીના મુખ્ય પરિણામ તરીકે ઉભરી આવી છે.

શ્રી સંજય ગોસ્વામી, SCG અને DDGWBIS રાજ્ય સરકારના વિભાગોમાં માનકીકરણ સેલનો હેતુ સમજાવ્યો હતો અને દરેક સરકારી વિભાગમાં માનકીકરણ માટે નોડલ અધિકારી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને માનકીકરણની પ્રક્રિયામાં "માનક પ્રવર્તક" કેવી રીતે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે તેના પર ભાર મૂક્યો હતો.

ઉપરાંત BIS અમદાવાદના ડિરેક્ટર અને હેડ શ્રી સુમિત સેંગરે BISની પ્રવૃત્તિઓ અને નાણાકીય વર્ષ 2024-25ની ઉપલબ્ધિઓ વિશે જાણકારી આપી હતી તથા નાણાકીય વર્ષ 2025-26 માટે આગળનો રોડ મેપ પણ પ્રસ્તુત કર્યો હતો. તેમણે સમિતિને રાજ્ય સરકારના અધિકારીઓ માટે ખાસ કરીને વિશિષ્ટ વિભાગો માટે રચાયેલ ક્ષમતા નિર્માણ કાર્યક્રમની જરૂરિયાત વિશે પણ વિસ્તૃત વર્ણન કર્યું. ઉપરાંત સરકારી ખરીદીઓમાં BIS કેર એપના ઉપયોગ પર પણ તેમણે ભાર મૂક્યો હતો. ગુજરાત રાજ્યમાં સ્ટાન્ડર્ડાઈઝેશન અને ગુણવત્તાયુક્ત ઈકો સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી બેઠક દરમિયાન અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

 


(Release ID: 2125145) Visitor Counter : 14