રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગે 19 એપ્રિલ 2025ના રોજ ઓડિશાના સુંદરગઢ જિલ્લાના બરકાની ગામમાં બનેલી ઘટના સ્વતઃ સંજ્ઞાન લીધી
કમિશને સુંદરગઢના જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંબંધિત અધિકારીઓ પાસેથી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો
Posted On:
24 APR 2025 4:28PM by PIB Ahmedabad
ઓડિશાના સુંદરગઢ જિલ્લાના બરકાની ગામમાં 19 એપ્રિલ 2025ના રોજ બનેલી ઘટના અંગે અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારોની રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગે સ્વતઃ નોંધ લીધી. રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ દ્વારા ડુમેર્ટા સુધી પ્રસ્તાવિત રેલવે લાઇનના નિર્માણ સામે સ્થાનિક આદિવાસી સમુદાય દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન દરમિયાન આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. આ ઘટનામાં, એક આદિવાસી ગ્રામજનનું જેસીબી મશીનની ટક્કરથી કથિત રીતે મૃત્યુ થયા બાદ હિંસક ઘટનાઓ બની હતી. આ ઘટનાના સંદર્ભમાં કમિશને સુંદરગઢ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંબંધિત અધિકારીઓને નોટિસ ફટકારી છે અને હકીકતલક્ષી વિગતો અને કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે. કમિશનની એક ટીમ ટૂંક સમયમાં સ્થળની મુલાકાત લેશે.
AP/IJ/GP/JD
(Release ID: 2124072)
Visitor Counter : 26