સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ડાક સેવાઓમાં ઉત્તમ કાર્ય કરનારા અધિકારીઓ અને ડાક કર્મચારીઓનું કર્યું સન્માન


પોસ્ટ ઓફિસ દ્વારા નાણાકીય સમાવેશ, ડિજિટલાઇઝેશન અને નાગરિક કેન્દ્રિત સેવાઓ પર પણ કરવામાં આવ્યું ધ્યાન કેન્દ્રિત - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ

ડિજિટલ યુગમાં નવીનતા સાથે પોસ્ટ ઓફિસ બહુપક્ષીય સેવા પ્રદાતા તરીકે ઉભરી રહી છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Posted On: 22 APR 2025 6:48PM by PIB Ahmedabad
ડાક વિભાગ હવે માત્ર પત્રો પહોંચાડતું સંસ્થાન નથી, પણ દેશની પ્રગતિમાં સક્રિય ફાળો આપતું એક આધુનિક અને ગતિશીલ સંસ્થાન બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડાક વિભાગ એક બહુવિધ સેવા પ્રદાતા તરીકે ઉભરી રહ્યું છે, જેના દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ઉપરોક્ત  વિચારો ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ અમદાવાદમાં આયોજિત વિભાગીય અને ઉપવિભાગીય વડાઓની આર્થિક વર્ષ 2024-25 ના કાર્યોની સમીક્ષા બેઠક અને શ્રેષ્ઠતા સન્માન વિતરણ દરમિયાન વ્યક્ત કર્યા. ડાક સેવાઓમાં નવીનતા સાથે તેની કાર્યક્ષમતા અને પહોંચ વધારવા, નાણાકીય સમાવિષ્ટતા, ડિજિટલાઇઝેશન, ટેક્નોલોજીનું એકીકરણ અને માર્કેટિંગની રણનીતિને મજબૂત બનાવવા પર તેમણે ભાર મૂક્યો. આ અવસરે પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું,જેમાં પોસ્ટલ સેવાઓ અને તેની  વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અવસરે ઉત્તર ગુજરાત હેઠળના 8 જિલ્લાઓમાં આવેલી ડાક સેવાઓમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનાર 80થી વધુ ડાક કર્મચારીઓને સન્માનિત કરીને તેમનો ઉત્સાહ પણ વધારવામાં આવ્યો. આમાં વરિષ્ઠ ડાક અધિક્ષક તેમજ  સહાયક નિદેશક, સહાયક ડાક અધિક્ષક, ડાક નિરીક્ષક, પોસ્ટમાસ્ટર, ડાક સહાયક, માર્કેટિંગ એક્ઝિક્યૂટિવ, વિકાસ અધિકારી (ડાક જીવન વિમો), ડાયરેક્ટ એજન્ટ, પોસ્ટમેન, એમટીએસ, બ્રાંચ પોસ્ટમાસ્ટર, ગ્રામીણ ડાક સેવક વગેરે સામેલ હતા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, "ડાકઘરોમાં એક જ છત હેઠળ પત્ર-પાર્સલ, બચત બેંક, વિમો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ડીબીટી, ડિજિટલ બેંકિંગ, આધાર, પાસપોર્ટ, કોમન સર્વિસ સેન્ટર, ડાકઘર નિર્યાત  કેન્દ્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે." ડાકઘર નિર્યાત  કેન્દ્ર દ્વારા 'લોકલ ટુ ગ્લોબલ' સંકલ્પનાના અંતર્ગત સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જ્યારે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ દેશભરના લાભાર્થીઓને ટૂલ કિટ્સ ડાકઘરો મારફતે મોકલવામાં આવી રહી છે. ઈ-કોમર્સ, એમએસએમઇ, સ્થાનિક હસ્તકલા, ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) અને જી.આઇ. ઉત્પાદનોને ડાકઘરો મારફતે મોકલવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વના સૌથી મોટા ડાક નેટવર્કમાં હવે આઇટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ 2.0 દ્વારા ભારતીય ડાક દૂરસ્થ ગ્રામિણ વિસ્તારોમાં પોતાના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા જઈ રહ્યું છે, જેથી ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે. 'ડાક સેવા - જન સેવા' હેઠળ ગણતંત્ર દિન, સ્વતંત્રતા દિનથી લઈને રાષ્ટ્રીય ડાક સપ્તાહ દરમિયાન 6886 'ડાક ચોપાલ'ના માધ્યમથી નાગરિક કેન્દ્રિત સેવાઓ સાથે લોકોને જોડવાના અભિયાનમાં ડાક કર્મચારીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારીની તેમણે પ્રશંસા કરી.

ડાક કર્મચારીઓનું કરવામાં આવ્યું સન્માન

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે નાણાંકીય વર્ષ 2024-25માં ઉત્તમ કામગીરી માટે વરિષ્ઠ અધિક્ષક ડાકઘર, અમદાવાદ સિટી મંડળને સૌથી વધુ નવા બચત બેંક ખાતા ખોલવા, શાખા અને ઉપડાકઘરોમાં બચત ખાતાં ખોલવાના 100 ટકા કવરેજ અને ડાક જીવન વિમા તથા ગ્રામ્ય ડાક જીવન વિમા પ્રીમિયમ માટે સન્માનિત કર્યા. તેમજ વરિષ્ઠ અધિક્ષક ડાકઘર, ગાંધીનગર મંડળના શ્રી પિયૂષ રાજકને સૌથી વધુ નેટ બચત ખાતાં ખોલવા અને આધાર રેવન્યૂ માટે સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે અમદાવાદ જીપીઓના ડેપ્યુટી ચીફ પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ શાહને સૌથી વધુ પોસ્ટલ ઓપરેશન રેવન્યૂ, સૌથી વધુ સ્પીડ પોસ્ટ અને પાર્સલ આવક, તેમજ સ્પીડ પોસ્ટ/રજિસ્ટર્ડ પોસ્ટના ઉત્તમ વિતરણ માટે, સાબરકાંઠા મંડળના અધિક્ષક શ્રી સંજીવકુમાર વર્માને નેટ બચત ખાતા ખોલવા, આધાર રેવન્યૂ, પાર્સલ આવક અને સર્વોચ્ચ ડાક જીવન વિમા પ્રીમિયમ માટે, રેલ ડાક સેવા ‘એ.એમ’ મંડળ, અમદાવાદના વરિષ્ઠ અધિક્ષક શ્રી ગોવિંદ શર્માને સ્પીડ પોસ્ટ આવક માટે, પાટણ મંડળના ડાક અધિક્ષક શ્રી હર્ષદકુમાર પરમારને પોસ્ટલ ઓપરેશન રેવન્યૂ, લક્ષ્યની સરખામણીએ સૌથી વધુ નેટ બચત ખાતાં ખોલવા અને સૌથી વધુ આધાર રેવન્યૂ માટે, બનાસકાંઠા મંડળના ડાક અધિક્ષક શ્રી રાજેન્દ્રપુરી ગોસ્વામીને પોસ્ટલ ઓપરેશન રેવન્યૂ, લક્ષ્યના અનુરૂપ ડાક જીવન વિમા તથા ગ્રામ્ય ડાક જીવન વિમા પ્રીમિયમ, સ્પીડ પોસ્ટ અને પાર્સલ આવક માટે તેમજ મહેસાણા મંડળના ડાક અધિક્ષક શ્રી સિરાજભાઈ મન્સૂરીને શાખા અને ઉપડાકઘરોમાં નવા બચત ખાતાં ખોલવાના શત-પ્રતિશત કવરેજ તથા સર્વોચ્ચ ગ્રામ્ય ડાક જીવન વિમા પ્રીમિયમ માટે સન્માનિત કરવામાં આવ્યા. સહાયક નિદેશક શ્રી એમ.એમ. શેખ અને શ્રી રિતુલ ગાંધીને પણ ક્ષેત્રીય કાર્યાલયમાં સતત દેખરેખ અને વિવિધ સેવાઓના ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા.

મંડળો સાથે સાથે ઉપમંડળ સ્તરે ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. આમાં સહાયક અધિક્ષક, અમદાવાદ (ઉત્તર) સિટી મંડળના શ્રી હાર્દિકસિંહ રાઠોડ, સહાયક અધિક્ષક, અમદાવાદ (પશ્ચિમ) સિટી મંડળના શ્રી અલ્કેશ પરમાર અને પાટણ ઉપમંડળના ડાક નિરીક્ષક શ્રી નેહલકુમાર પટેલને ડાક ઘર બચત બેંક અંતર્ગત ડાક ઉપમંડળ શ્રેણીમાં નેટ ખાતા ખોલવાના ક્રમશઃ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન માટે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે સન્માનિત કર્યા. ડેવલપમેન્ટ ઓફિસર (ડાક જીવન વિમા) શ્રી ઉમંગ ભટ્ટ અને ડાયરેક્ટ એજન્ટ સુશ્રી વંદનાબેન દરજીને પણ સન્માનિત કરવામાં આવ્યા.

આ અવસરે વિવિધ મંડળાધ્યક્ષો સાથે નિવૃત્ત નિયામક ડાક સેવાઓ સુશ્રી મીતા શાહ, સહાયક નિદેશક શ્રી એમ.એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, શ્રી વારિશ વહોરા, સહાયક લેખા અધિકારી શ્રી ચેતન સૈન, સહાયક અધિક્ષક શ્રી જિનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રવિન્દ્ર પરમાર, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, શ્રી સૌરભ કુમાવત સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.


(Release ID: 2123560) Visitor Counter : 42
Read this release in: English