માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદનાં યુવાને બનાવેલી Serum XIII ગેમ Wavesની ફાઈનલમાં પહોંચી


હવે 1થી4 મે, દરમિયાન મુંબઈમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કુશળતા દર્શાવવા મળી તક

Waves દ્વારા આયોજિત 32 જેટલી ક્રિએટ ઇન ઈન્ડિયા ચેલેન્જીસથી યુવાઓને પોતાની પ્રતિભા રજૂ કરવા મળ્યો શક્તિશાળી મંચ

Posted On: 17 APR 2025 5:42PM by PIB Ahmedabad

1થી 4 મે, 2025 દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES)ના ભાગરૂપે 32  જેટલી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ (સીઆઇસી) શરૂ કરવામાં આવી હતી. જેમાં સીઝન-11,100 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સહિત 85,000 રજિસ્ટ્રેશનને પાર કરવાની નવી સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ 32 વિવિધ પડકારોમાંથી પસંદગી પ્રક્રિયા બાદ પસંદ કરાયેલા 750થી વધુ ફાઇનલિસ્ટને તેમના વ્યક્તિગત પડકારો, તેમની પ્રતિભા અને કુશળતાના પરિણામ અને આઉટપુટને પ્રદર્શિત કરવાની અનન્ય તક મળશે.

આવી જ એક ચેલેન્જ 'ગેમ જામ'માં આપણા અમદાવાદનાં યુવાને ફાઈનલ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.

અમદાવાદમાં વૈષ્ણોદેવી મંદિર પાસે રહેતા સિદ્ધાર્થ પટેલને સોશિયલ મીડિયા દ્વારા વેવ્ઝ સમિટની જાણકારી મળી હતી. ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીમાં બી.ટેક થયેલા સિદ્ધાર્થ બાળપણથી જ વિડિઓ ગેમનાં રસિયા છે. તેઓ ગેમ ડેવલપીંગ અંગે યૂટ્યુબ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ્સની મદદથી  જાતે શીખતા આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ જાતે ગેમ પણ બનાવી રહ્યા છે.

પોતાના આ શોખ વિશે વિગતે વાત કરતા સિદ્ધાર્થ કહે છે કે,

ગેમ બનાવવા માટેનાં વિચાર તેઓ માટે ભાગે વાસ્તવિક પરિસ્થિતિમાંથી પસંદ કરે છે. Wavesમાં 'સાઉન્ડ ઑફ સાયલન્સ' વિષય હોવાથી તેઓને હોરર ગેમ બનાવવાની પ્રેરણા મળી હતી. જેમાં તેમણે Serum XIII નામની ઝોમ્બીથી ભરેલી હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પ્લેયરની 3D હોરર ગેમ રજૂ કરી હતી. આ ગેમ બનાવવામાં તેમને એક મહિના જેટલો સમય લાગ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

ફાઈનલમાં આ જ ગેમ આપશો કે નવી બનાવશો તેવા સવાલનાં જવાબમાં સિદ્ધાર્થ જણાવે છે કે,"હું આ જ ગેમ રજૂ કરવાનો છું પણ એની વિઝ્યુઅલ ક્વોલિટી અને ગેમ પ્લેને વધુ સારી બનાવીશ." તેમણે ફાઈનલ જીતવાનાં વિશ્વાસ સાથે Serum XIII ને વિસ્તૃત અને વધુ ગુણવત્તાસભર બનાવવાનું પણ નક્કી કર્યું છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત આ WAVES અંગે તેઓ જણાવે છે કે, " ખૂબ સારો અને શીખવા જેવો અનુભવ મળ્યો. આયોજકો, કોઓર્ડિનેટર અને સહભાગીઓનો ઉત્સાહ અને ત્યાંનું વાતાવરણ ખૂબ જ પ્રોત્સાહન આપનારું હતું.

પોતાની સફળતા અંગે તેઓ અન્ય યુવાનોને સંદેશ આપતા જણાવે છે કે, "દરેકમાં કોઈ વિશેષતા હોય છે. તેને ઓળખી તેમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. સપના જોવાની હિંમત (Dare to Dream) કરવી જ જોઈએ પણ એથી વધુ મહત્વનું છે કે શરૂઆત કરવાની હિંમત (Dare to Start) હોવી જોઈએ.

Wavesની ફાઈનલમાં પહોંચી ગયેલી ટીમ, પ્લેયર્સને પિચિંગ સેશન સહિત તેમના સંબંધિત ક્ષેત્રના બિઝનેસ લીડર્સ સાથે નેટવર્કિંગની તકો અને માસ્ટરક્લાસ, પેનલ ડિસ્કશન, પરિષદો વગેરે દ્વારા વૈશ્વિક દિગ્ગજો પાસેથી શીખવાની તક મળશે.

Indravadasinh Jhala

 


(Release ID: 2122479) Visitor Counter : 180