માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

આઈઆઈટી ગાંધીનગર દ્વારા સ્ટાફ માટે ક્ષય રોગ જાગૃતિ સત્રનું આયોજન

Posted On: 08 APR 2025 4:00PM by PIB Ahmedabad

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (આઇઆઇટીજીએન)ના મેડિકલ સેન્ટર દ્વારા 7 એપ્રિલ, 2025ના રોજ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જીબાબેન પટેલ (કનિસા) મેમોરિયલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો અને ભારત સરકારના ટીબી નાબૂદી માટેના 100 દિવસના સઘન અભિયાનના ભાગરૂપે તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

નેશનલ ટ્યુબરક્યુલોસિસ (ટીબી) નાબૂદી કાર્યક્રમ સાથે સુસંગત આ પહેલમાં ક્ષય રોગ, તેના નિવારણ અને સારવારના વિકલ્પો વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાના ટીબી-એચઆઈવી કો-ઓર્ડિનેટર, જિલ્લા ડીઆર-ટીબી મોનિકા શુક્લાએ વિવિધ પ્રકારના ટીબી, તેના પ્રાથમિક લક્ષણો, નિદાનની પદ્ધતિઓ, સારવાર અને સંક્રમણની પદ્ધતિઓ સહિતના આવશ્યક વિષયોને આવરી લઈને એક સત્રને સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં હાઉસકીપિંગ સ્ટાફના 150થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો અને શ્રીમતી શુક્લાની પ્રસ્તુતિ પછી પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. આ સત્ર દરમિયાન સ્ટાફના સભ્યોએ ટીબી સામે સાવચેતીના પગલાંને લગતા પ્રશ્નો ઉઠાવ્યા હતા. પોતાના પ્રતિભાવોમાં સુશ્રી શુક્લાએ નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) મારફતે ટીબીની નિઃશુલ્ક સારવાર પ્રદાન કરવાની ભારત સરકારની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. જેમાં નિઃશુલ્ક દવાઓ, નિદાન સેવાઓ અને અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે વિસ્તૃત સહકાર સામેલ છે. પ્રોગ્રામ સુનિશ્ચિત કરે છે કે ટીબીની સારવાર લેતી વખતે કોઈ પણ વ્યક્તિને નાણાકીય અવરોધોનો સામનો કરવો ન પડે.

AP/IJ/GP/JD


(Release ID: 2120058) Visitor Counter : 54
Read this release in: English