માહિતી અને પ્રસારણ મંત્રાલય
WAM! ચેન્નઈએ એનીમે, મંગા, વેબટૂન્સ અને વોઇસ એક્ટિંગમાં 90 પ્રતિભાશાળી સહભાગીઓ સાથે સર્જનાત્મકતા દર્શાવી
Posted On:
05 APR 2025 8:52PM by PIB Ahmedabad
WAM (વેવ્સ એનીમે એન્ડ મંગા કોન્ટેસ્ટ)એ ચેન્નઈમાં રાજ પાર્ક હોટેલમાં એક રોમાંચક પડાવ નાખ્યો હતો, જેમાં એનિમે, મંગા, વેબટુન્સ અને વોઇસ એક્ટિંગની વાઇબ્રન્ટ દુનિયાની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર તમિલનાડુમાંથી અને પોંડિચેરી સુધી 90થી વધુ સહભાગીઓ સાથે, આ કાર્યક્રમ કલાત્મક ઊર્જા અને વાર્તા કહેવાની તેજસ્વીતાનું કેન્દ્ર બન્યું હતું.
મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એમઈએઆઈ)એ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કર્ણાવતી યુનિવર્સિટીના સહયોગથી ગર્વભેર WAMની આ આવૃત્તિનું આયોજન કર્યું હતું. જે ભારતના ઉભરતા સર્જનાત્મક સિતારાઓને પોષવાની પોતાની પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરે છે.
ગુવાહાટી, કોલકાતા, ભુવનેશ્વર, વારાણસી, દિલ્હી, મુંબઈ, નાગપુર અને અમદાવાદમાં સફળ આવૃત્તિઓ પછી ડબલ્યુ.એ.એમ. ચેન્નાઈએ "ભારતમાં નિર્માણ" પહેલની ભાવનાને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું.
WAM સાથે સર્જકોને સશક્ત બનાવવા!
WAM! ભારતના સૌથી મોટા એવીજીસી-એક્સઆર અને મીડિયા ઉદ્યોગ પ્લેટફોર્મ વેવ્સ (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ – https://wavesindia.org/) હેઠળ એક અભિન્ન પહેલ છે. WAM! ઉભરતા કલાકારો, એનિમેટર્સ, વેબટૂનિસ્ટ્સ અને અવાજની પ્રતિભાઓ માટે તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરવા અને કારકિર્દી શરૂ કરવા માટે રાષ્ટ્રીય મંચ તરીકે સેવા આપે છે.
સહભાગીઓએ જેમાં ભાગ લીધો હતો એ:
• મંગા (જાપાનીઝ-સ્ટાઇલ કોમિક્સ)
• વેબટૂન્સ (ડિજિટલ વર્ટિકલ કોમિક્સ)
• એનિમે (જાપાનીઝ સૌંદર્ય શાસ્ત્રથી પ્રેરિત એનિમેશન)
• વોઇસ એક્ટિંગ (ડબિંગ અને કેરેક્ટર પરફોર્મન્સ)
આકર્ષક ઇનામો અને કારકિર્દીના લોન્ચપેડ્સ
WAMમાં વિજેતાઓને
• WACOM પેન ટેબ્લેટ્સ
• ફેબર-કાસ્ટેલ ગુડીઝ
• સત્તાવાર ટ્રાયો મર્ચેન્ડાઈઝ
• રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા.
વધારાની તકો:
• વિજેતા એનિમે પાઇલટ્સને હિન્દી, અંગ્રેજી અને જાપાનીઝમાં ડબ કરવામાં આવશે, જેથી આંતરરાષ્ટ્રીય દર્શકો મેળવી શકાય.
• ટૂનસૂત્ર વૈશ્વિક ડિજિટલ પ્રેક્ષકોને વિજેતા વેબટુનનું વિતરણ કરશે.
વિજેતાઓ
• વોઇસ એક્ટિંગ વિનરઃ રઇઝા
• મંગા (વિદ્યાર્થી) વિજેતા: હરીસ રાજ ટી.
• મંગા (વ્યાવસાયિક) વિજેતાઃ એસ. બાલગુરુમૂર્તિ
• એનિમે (વિદ્યાર્થી) વિજેતાઃ જ્ઞાનાશેકર, વિક્રમ એસ.
જૂરી પેનલ
• સુશીલ ભસીન, ચેરમેન, ભસીન ગ્રૂપ અને એમઈએઆઈના પ્રેસિડેન્ટ
• અભિષેક પ્રકાશ, ડાયરેક્ટર - કન્ટેન્ટ એન્ડ ન્યૂ મીડિયા, ટિક એન્ટરટેઈનમેન્ટ અને ગિરિ
નવીન દાસવાણી, સ્થાપક - સુપર ઓડિયો મદ્રાસ (ગીતાંજલિ) અને ક્લે સ્ટુડિયો
"WAM ! ચેન્નાઈ એ ભારતની એનિમે અને મંગા પ્રતિભાનું જીવંત પ્રદર્શન છે. અમે આ સર્જનાત્મક પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે રોમાંચિત છીએ અને આમાંના ઘણા યુવા કલાકારોને વૈશ્વિક માન્યતા સુધીની તેમની યાત્રામાં ટેકો આપવા આતુર છીએ." એમ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી અંકુર ભસીને જણાવ્યું હતું.
AP/IJ/GP/JD
(Release ID: 2119377)
Visitor Counter : 36