માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વીઆરમાં સ્વતંત્રતા સંગ્રામ: સેલ્યુલર જેલની દર્દનાક વાર્તા હવે તમારી સામે છે!

Posted On: 29 MAR 2025 7:01PM by PIB Ahmedabad

શું તમે વીર સાવરકરને જોઈ અને વાત કરી શકો છો? શું તમે સેલ્યુલર જેલની તે અંધારી કોટડીઓનો અનુભવ કરી શકો છો, જેમાં આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો? હવે તે બધું શક્ય છે - વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી) માં!

XR ક્રિએટર હેકાથોનની ફાઇનલિસ્ટ ટીમ 'વીઆર ઝોન' આધુનિક ટેકનોલોજી દ્વારા ભારતના ઇતિહાસને જીવંત બનાવવાનું સ્વપ્ન લઈને આવી છે. દિનેશ લાલ (લીડ ડેવલપર), સૌવિક બરુઆ (3D આર્ટિસ્ટ અને એનિમેટર) અને એમ વિનોદ (પર્યાવરણ કલાકાર અને બિલ્ડ પ્રોડક્શન એક્સપર્ટ) એક ઇમર્સિવ VR અનુભવ વિકસાવવા માટે ભેગા થયા છે. જે તમને ભારતના ભવ્ય છતાં પીડાદાયક ઇતિહાસમાં લઈ જશે.

વીર સાવરકરને જે જેલમાં કેદ રખાયા હતા એ સેલ્યુલર જેલની તસવીર

આંદામાન નિકોબારમાં આવેલી સેલ્યુલર જેલ, જેને 'કાળા પાણી' તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભારતના સ્વતંત્રતા સંગ્રામની મૂક સાક્ષી છે. ટીમ 'વીઆર ઝોન' એ વીઆરમાં આ ઐતિહાસિક સ્થળને જીવંત બનાવ્યું છે. જ્યાં તમે ફક્ત ક્રૂર જેલ જીવનનો અનુભવ જ નહીં કરી શકો પણ વીર સાવરકરજીના AI અવતાર સાથે વાર્તાલાપ પણ કરી શકો છો!

આ વીઆર અનુભવમાં તમે સેલ્યુલર જેલનો અંદરનો વિસ્તાર કે જ્યાં સ્વતંત્રતા સેનાનીઓને કેદ કરવામાં આવતા હતા. તેલ કાઢવાની ક્રૂર પ્રક્રિયા, જેમાં સેનાનીઓને નારિયેળમાંથી તેલ કાઢવાની ફરજ પાડવામાં આવતી હતી. AI સંચાલિત વીર સાવરકર, જે તમને તેમના સંઘર્ષની વાર્તા કહેશે એ જોઈ શકશો.

આ પહેલી વાર હશે જ્યારે ભારતીય સ્વતંત્રતા સંગ્રામની વેદના અને બહાદુરીનો અનુભવ વીઆર દ્વારા કરવામાં આવશે.

આ ઉપરાંત વીઆર અનુભવમાં એક વર્ચ્યુઅલ સ્ટોર હશે જ્યાં તમે અધિકૃત સ્વદેશી ઉત્પાદનો ખરીદી શકો છો! જેમ કે વર્જિન કોકોનટ ઓઇલ, જેને પહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કાઢવામાં આવતું હતું અને હવે સ્થાનિક નિકોબારી આદિજાતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ તેલને GI ટેગ મળ્યો છે. જેનો અર્થ એ છે કે તેની શુદ્ધતા અને ઐતિહાસિક મહત્વ પ્રમાણિત છે. વીઆરમાં તેને જુઓ, સમજો, અનુભવો અને ઘરે બેઠા મેળવવા માટે ઓર્ડર કરો! આંદામાન અને નિકોબાર ટાપુઓથી આવનારા, આ આંત્રપ્રિન્યોર્સે આ પ્રોજેક્ટને નવા સ્તર સુધી લઈ જતા વર્ચ્યુઅલ દુનિયા અને વાસ્તવિક દુનિયા વચ્ચેના અંતરને દૂર કર્યાં છે.

ટીમ વીઆર ઝોન ભારતના દરેક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોને વીઆર પર લાવવાનું સ્વપ્ન ધરાવે છે. સાથે જ ટીમનો ઉદ્દેશ્ય ભારતના દરેક પ્રદેશમાંથી સ્વદેશી ઉત્પાદનો, GI-ટેગવાળી વસ્તુઓ અને હસ્તકલાને એક જ VR પ્લેટફોર્મ પર લાવવાનો છે, જેથી લોકો તેનો અનુભવ કરી શકે અને આરામથી ઘર બેઠા ઓર્ડર કરી શકે.

આજે, વીઆર ઝોન જેવા પ્રોજેક્ટ્સ સામે આવી રહ્યા છે, તેની પાછળ XR ક્રિએટર હેકાથોનનો મહત્વપૂર્ણ રોલ છે, જેનું આયોજન વેવલેપ્સ દ્વારા માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે ભાગીદારીમાં કરવામાં આવ્યું છે. વેવલેપ્સ એક અગ્રણી AR/VR કંપની છે અને WAVESના XR વિસ્તારમાં મંત્રાલયને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડે છે. ભારતના બે અગ્રણી XR સમુદાયો, ભારત XR અને XDG એ પણ આ હેકાથોનની સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ ભાગીદારી દ્વારા ભારતમાં XR ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને તેને નવી ઊંચાઈઓ પર લઈ જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનાથી દેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોને વર્ચ્યુઅલ સ્વરૂપમાં વિશ્વ સમક્ષ રજૂ કરી શકાય.

પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES), મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ (એમએન્ડઈ) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ ઇવેન્ટ છે, જેનું આયોજન ભારત સરકાર દ્વારા 1 થી 4 મે, 2025 દરમિયાન કરવામાં આવશે. WAVES ભારતની રચનાત્મક શક્તિને વધારવા માટે તૈયાર છે, જે કન્ટેન્ટ સર્જન, બૌદ્ધિક સંપત્તિ અને તકનીકી નવીનતા માટેના કેન્દ્ર તરીકેની તેની સ્થિતિને વિસ્તૃત કરશે. ઉદ્યોગો અને ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં બ્રોડકાસ્ટિંગ, પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન, રેડિયો, ફિલ્મો, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ, સાઉન્ડ અને મ્યુઝિક, એડવર્ટાઇઝિંગ, ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, જનરેટિવ એઆઇ, ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અને એક્સટેન્ડેડ રિયાલિટી (એક્સઆર)નો સમાવેશ થાય છે.

App pitch: https://drive.google.com/file/d/1xRcLtsFdyr6WToNQ8cFPBRuMqIz1HS-8/view?usp=sharing

(bytes and details)

 

Detailed Walkthrough: https://drive.google.com/file/d/1tRmTdjfnWYmqR6dbzizvBbDIJUMBBjL-/view?usp=sharing

(supporting shots)

 

WAVES વિશ

પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ), મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ (એમએન્ડઈ) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ ઇવેન્ટ છે, જેનું આયોજન ભારત સરકાર દ્વારા 1 થી 4 મે, 2025 દરમિયાન કરવામાં આવશે.

તમે ઉદ્યોગનાં વ્યાવસાયિક હો, રોકાણકાર હો, સર્જક હો કે પછી નવપ્રવર્તક હો, આ સમિટ એમએન્ડઇ લેન્ડસ્કેપને જોડવા, જોડાણ કરવા, નવીનતા લાવવા અને પ્રદાન કરવા માટે અંતિમ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

વેવ્સ ભારતની રચનાત્મક શક્તિને વધારવા માટે તૈયાર છે, જે કન્ટેન્ટ સર્જન, બૌદ્ધિક સંપત્તિ અને તકનીકી નવીનતા માટેના કેન્દ્ર તરીકેની તેની સ્થિતિને વિસ્તૃત કરશે. ઉદ્યોગો અને ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં બ્રોડકાસ્ટિંગ, પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન, રેડિયો, ફિલ્મો, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ, સાઉન્ડ અને મ્યુઝિક, એડવર્ટાઇઝિંગ, ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, જનરેટિવ એઆઇ, ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અને એક્સટેન્ડેડ રિયાલિટી (એક્સઆર)નો સમાવેશ થાય છે.

શું પ્રશ્નો છે? જવાબો શોધો

પીઆઈબી ટીમ વેવ્સની નવીનતમ ઘોષણાઓ સાથે અપડેટ રહો

આવો, અમારી સાથે! હમણાં જ WAVES માટે રજિસ્ટર કરો

AP/IJ/GP/JD


(Release ID: 2116638) Visitor Counter : 85