માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારતના એનિમે, મંગા અને વેબટૂન ટેલેન્ટના અદભૂત પ્રદર્શન સાથે WAM! અમદાવાદ 2025નું સમાપન
Posted On:
27 MAR 2025 7:52PM by PIB Ahmedabad
ભારતના પ્રીમિયર એનિમે, મંગા અને વેબટૂન સ્પર્ધા, WMA! અમદાવાદ 2025, કર્ણાવતી યુનિવર્સિટીમાં આજે સંપન્ન થઈ હતી. જેણે આ ક્ષેત્રના સર્જનાત્મક લેન્ડસ્કેપ પર અમિટ છાપ છોડી છે.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કર્ણાવતી યુનિવર્સિટીના સહયોગથી મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એમઈએઆઈ) દ્વારા આયોજિત આ ઐતિહાસિક સમારંભમાં સમગ્ર ભારતમાંથી 206 પ્રતિભાશાળી સહભાગીઓ અને 11 જુસ્સાદાર કોસ્પ્લે કલાકારો એકઠા થયા હતા.

ભારતના ઉભરતા ક્રિએટિવ સ્ટાર્સ માટેનું એક મંચ
WAM!ની સફળતાને અનુસરીને મુંબઈ, ગુવાહાટી, કોલકાતા, ભુવનેશ્વર, વારાણસી, દિલ્હી અને નાગપુર, અમદાવાદ આવૃત્તિએ ક્રિએટ ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતના એનિમેશન, મંગા અને વેબટૂન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.

WAM! અમદાવાદ ભારતનું સૌથી મોટું એવીજીસી-એક્સઆર અને મીડિયા ઉદ્યોગનું પ્લેટફોર્મ વેવ્સ (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ - https://wavesindia.org/)નું અભિન્ન અંગ છે. આ ઇવેન્ટમાં યુવા કલાકારો, એનિમેટર્સ અને વાર્તાકારોને તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવા અને ઉદ્યોગની ઓળખ મેળવવા માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવ્યું હતું.
ઉત્કૃષ્ટતાની ઉજવણી - સ્પર્ધાના વિજેતાઓ
મુખ્ય શ્રેણીઓમાં રોમાંચક સ્પર્ધા આ કાર્યક્રમની વિશેષતા હતી

મંગા (જાપાની-શૈલીની કોમિક્સ)
• વિદ્યાર્થી શ્રેણી: અમેયા ભારદ્વાજ
• વ્યાવસાયિક શ્રેણી: પલાશ
Webtoon (ડિજીટલ કોમિક્સ)
• વ્યાવસાયિક શ્રેણી: મનન અગ્રવાલ
એનીમ (જાપાની-શૈલીનું એનિમેશન)
• વ્યાવસાયિક શ્રેણી: પ્રેતન મહેતા, ઋષિકા લુનિયા, જૈમિન રાવલ

કોસ્પ્લે હરીફાઈ
• વિજેતાઃ પ્રજ્ઞેશ પરમાર
• પ્રથમ રનર-અપઃ હેતવી ગોહેલ
• બીજા રનર-અપ: અભિજિત રાજવર
આ વિજેતાઓને માત્ર પ્રતિષ્ઠિત પુરસ્કારો જ નહીં, પણ ઉદ્યોગમાં કારકિર્દીની વિશિષ્ટ તકો પણ મળી હતી.
આદરણીય જૂરી પેનલ કે જે શ્રેષ્ઠ પ્રતિભાને ઓળખે છે:
આ સ્પર્ધાનું મૂલ્યાંકન ઉદ્યોગના નિષ્ણાતોની આદરણીય પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું, જે મૂલ્યાંકનના સર્વોચ્ચ ધોરણોને સુનિશ્ચિત કરે છેઃ
• શ્રી સુશીલ ભસીન – ભસીન ગ્રુપના ચેરમેન અને મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અઘ્યક્ષ
• શ્રી અંકુર ભસીન – સીઈઓ, એન્કર ફિલ્મ્સ એન્ડ સેક્રેટરી, મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા
શ્રી ગુરલીન સિંહ – એનિમેશન નિષ્ણાત, માર્ગદર્શક અને ઉદ્યોગ સલાહકાર
• શ્રી ધ્રુવ ઠક્કર – સ્થાપક, ગુજરાત એનિમે ક્લબ
તેમની ઊંડી સૂઝ અને વર્ષોની કુશળતાએ ભારતના એનિમ, મંગા અને વેબટૂન સર્જકોની આગામી પેઢીને ઓળખવામાં મદદ કરી.
કર્ણાવતી યુનિવર્સિટીની યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (યુઆઇડી)એ આ કાર્યક્રમના આયોજનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, જેમાં સહભાગીઓ, ઉદ્યોગ વ્યાવસાયિકો અને પ્રેક્ષકો માટે અવિરત અનુભવ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કર્ણાવતી યુનિવર્સિટીના યુઆઈડીના સંસ્થાના વડા કર્નલ સુરોજિત બોઝે જણાવ્યું હતું કેઃ
"WAM! અમદાવાદે સાબિત કર્યું છે કે ગુજરાત સર્જનાત્મક પ્રતિભા માટેનું એક ઉભરતું કેન્દ્ર છે. અમને એક એવું પ્લેટફોર્મ પ્રદાન કરવા બદલ ગર્વ છે, જ્યાં યુવા કલાકારો તેમનો જુસ્સો પ્રદર્શિત કરી શકે અને ઉદ્યોગના નેતાઓ સાથે જોડાઈ શકે."
WAM! પ્રાયોજકો અને ઔદ્યોગિક સહાય
આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રાયોજકો ફેબર-કાસ્ટેલ, જેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, શ્રુતિ કાક – પ્રોડક્ટ માર્કેટિંગ મેનેજર, ફેબર-કાસ્ટેલ ઇન્ડિયા, નિલેશ પટેલ – આસિસ્ટન્ટ ટ્રેડ માર્કેટિંગ મેનેજર, ફેબર-કાસ્ટેલ ઇન્ડિયાનો સહયોગ મળ્યો હતો.
આ સ્પર્ધાના વિજેતાઓએ આકર્ષક ઇનામો જેવા કે, WACOM પેન ટેબ્લેટ્સ - વ્યાવસાયિક સાધનો સાથે કલાકારોને સશક્ત બનાવવા માટે, ફેબર-કેસ્ટેલ ગુડીઝ - સર્જકો માટે પ્રીમિયમ આર્ટ સપ્લાય, ટ્રાયો તરફથી સત્તાવાર મર્ચન્ડાઈઝ - વિશેષ એનિમ-થીમ આધારિત એકત્રિત કરી શકાય તેવી ચીજવસ્તુઓ અને રોકડ પુરસ્કારો - નાણાકીય સહાય સાથે ટોચની પ્રતિભાને ઓળખવા માટે પ્રદાન કરવામાં આવી હતી. સાથે જ આ વિજેતાઓને પોતાની કારકિર્દીને આ ક્ષેત્રમાં આગળ વધારવા માટે તક પણ મળશે.
વધુમાં, WMA, અમદાવાદના વિજેતાઓને વૈશ્વિક તકોનો સીધો લાભ મળશે. જેમાં વિનિંગ વેબટૂન એન્ટ્રીનું વિતરણ ટૂનસૂત્ર દ્વારા કરવામાં આવશે, જે આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સુધી તેમની પહોંચ વધારશે. વિનિંગ એનાઇમ પાઇલટ્સને અંગ્રેજી, હિન્દી અને જાપાનીઝ ભાષામાં ડબ કરવામાં આવશે, જે ભારતીય સર્જકોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડશે.
એક શાનદાર સફળતા - ધ ફ્યુચર ઓફ ઇન્ડિયન એનિમે અને મંગા
આ ઇવેન્ટની ઝળહળતી સફળતાએ WAMને મજબૂત બનાવ્યું!' વૈશ્વિક એનિમે અને મંગા ઉદ્યોગમાં ભારતને પાવરહાઉસ બનાવવાનું મિશન. વિક્રમી ભાગીદારી, ઔદ્યોગિક સહાય અને અભૂતપૂર્વ તકો સાથે WMA! અમદાવાદ 2025 એ આવતા વર્ષે પણ મોટી આવૃત્તિ માટેનો તબક્કો તૈયાર કર્યો છે.
મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી અંકુર ભસીને જણાવ્યું હતું કેઃ
"WAM! અમદાવાદ 2025 એ એનિમે, મંગા અને વેબટૂન માટે ભારત પાસે રહેલી અપાર પ્રતિભા અને જુસ્સાનું પ્રદર્શન કર્યું છે. આજે આપણે જે ઊર્જા, સર્જનાત્મકતા અને ઉત્સાહનાં દર્શન કર્યા છે, તે આપણી એ માન્યતાને પ્રતિપાદિત કરે છે કે ભારત આ ક્ષેત્રમાં મૌલિક વાર્તા કહેવાનું એક વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. અમે યુવા સર્જકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ચમકવા માટે હજુ વધારે તકો પ્રદાન કરવા કટિબદ્ધ છીએ."
AP/IJ/GP/JD
(Release ID: 2115928)
Visitor Counter : 98