સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

Posted On: 13 MAR 2025 1:19PM by PIB Ahmedabad

અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 26.03.2025ના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ GPOની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આ અંગેની ફરિયાદો તારીખ 20.03.2025 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ GPO અમદાવાદ-380001 પર મોકલવાની રહેશે. તારીખ 20.03.2025 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહીં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતીવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહીં.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2111140) Visitor Counter : 97