સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
પ્રધાનમંત્રી જન ઔષધિ દ્વારા સમગ્ર દેશમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે
તા. 1 માર્ચ થી 7 માર્ચ થશે જન ઔષધિ સપ્તાહની ઉજવણી
તા. 1 માર્ચના રોજ ગાંધીનગર ખાતે જન ઔષધિ જન ચેતના પદયાત્રાનું કરવામાં આવ્યું છે આયોજન
ભારત માતા મંદિરથી સિવિલ હોસ્પિટલ કેમ્પસ સુધી ચાલશે પદયાત્રા
Posted On:
28 FEB 2025 5:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નાગરીકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ભારતભરમાં કૂલ 15000થી વધુ જનઔષધિ કેન્દ્ર કાર્યરત છે, જેમાં જીવનજરૂરી દવાઓ અને સર્જીકલ આઇટમ બજારકિંમત કરતા 50% થી 90% સસ્તા ભાવે ઉપલબ્ધ છે.
ગુજરાતમાં રેડક્રોસ સોસાયટી, ગુજરાત દ્વારા 80થી વધુ સ્ટોરનું સંચાલન કરવામાં આવે છે. સંચાલિત ગાંધીનગરમાં આ સ્ટોર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત છે. જન ઔષધિ સપ્તાહની ઉજવણી અંતર્ગત રેડક્રોસ સોસાયટી, ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ પદયાત્રા સવારે 09:00 વાગ્યે ભારત માતા મંદિર, સેકટર-7થી શરૂ થશે અને ઘ-2 સર્કલ થઈને પથિકાશ્રમ થઇ સિવિલ હોસ્પિટલ સુધી જશે. જેમાં જન ઔષધિની વિવિધ દવાઓ અને સર્જીકલ આઈટમ વિષે લોકોને જાણકારી પણ આપવામાં આવશે.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષીણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ તથા સ્થાનિક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પદયાત્રામાં જોડાવવા સામાન્ય નાગરીકોને આમંત્રણ છે.
(Release ID: 2106977)
Visitor Counter : 53