યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ BIMSTEC યુવા સમિટ 2025નો શુભારંભ કર્યો, 11 ફેબ્રુઆરી સુધી ગુજરાતના ગાંધીનગરમાં સમિટ મળશે


ઉદ્યોગસાહસિકતા, રમતગમત, શૈક્ષણિક સંસ્થાઓ અને ટેકનોલોજીને સંકલિત કરીને આ પહેલ ભવિષ્ય માટે તૈયાર નેટવર્ક ઊભું કરશેઃ ડૉ. મનસુખ માંડવિયા

આ વર્ષની સમિટની થીમ "યુથ બ્રીજ ફોર ઇન્ટ્રા-BIMSTEC એક્સચેન્જ" સમયસર અને મહત્ત્વપૂર્ણ છેઃ ડૉ. મનસુખ માંડવિયા

વર્ષ 2036ના ઓલિમ્પિક માટે ભારતની દાવેદારી BIMSTEC સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે, વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષિત કરશે, તાલીમ સુવિધાઓમાં વધારો કરશે અને આંતરરાષ્ટ્રીય રમતગમત ભાગીદારીને પ્રોત્સાહન આપશેઃ ડૉ. મનસુખ માંડવિયા

Posted On: 08 FEB 2025 12:33PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોનો વિભાગ દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં BIMSTEC યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. જેમાં BIMSTEC યૂથ સમિટનો શુભારંભ થયો.

BIMSTEC યુવા શિખર સંમેલનનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 1997માં BIMSTECની રચના થઈ ત્યારથી અમે ઘણી લાંબી મજલ કાપી છે. BIMSTEC ક્ષેત્રમાં આશરે 1.8 અબજ લોકો વસે છે, જે વૈશ્વિક વસતિના લગભગ 22 ટકા અને સંયુક્ત જીડીપી 4.5 ટ્રિલિયન ડોલર ધરાવે છે. તે માત્ર પ્રાદેશિક જૂથ નથી, પરંતુ તે આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થાયી વિકાસ માટે એક સહિયારું વિઝન છે. વર્ષ 2018માં કાઠમંડુમાં ચોથી BIMSTEC સમિટ યોજાઈ હતી, જેમાં ભારતનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ BIMSTECનાં માળખાની અંદર યુવાનોનાં જોડાણની કલ્પના કરી હતીજે સમિટની શરૂઆત તરફ દોરી જશે.

ડૉ. મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, શિખર સંમેલન સમગ્ર BIMSTEC દેશોમાં યુવા માનસને સશક્ત બનાવવાની દિશામાં એક પગલું છે. સહયોગને પ્રોત્સાહન આપવું, અનુભવોનું આદાન-પ્રદાન કરવું અને સમગ્ર પ્રદેશમાં યુવાનોની આગેવાની હેઠળના વિકાસને વેગ આપવો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વર્ષની સમિટની થીમ "યુથ બ્રીજ ફોર ઇન્ટ્રા-બિમ્સ્ટેક એક્સચેન્જ" સમયસર અને મહત્ત્વપૂર્ણ છે. BIMSTEC યુથ બ્રિજ મારફતે પરિવર્તનકારી પ્લેટફોર્મની કલ્પના કરે છે, જે ગતિશીલ, બહુ-ક્ષેત્રીય પ્રાદેશિક યુવા ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પરંપરાગત સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાનથી આગળ વધશે. તેમણે કહ્યું કે, ઉદ્યોગસાહસિકતા, રમતગમત, શૈક્ષણિક સંસ્થાઓ અને ટેકનોલોજીને સંકલિત કરીને પહેલ ભવિષ્ય માટે તૈયાર નેટવર્ક ઊભું કરશે, જે BIMSTECનાં તમામ દેશોમાં યુવાન નેતાઓને સશક્ત બનાવશે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું, વર્ષ 2036ના ઓલિમ્પિક માટે ભારતની દાવેદારી BIMSTEC સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે, વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષિત કરશે, તાલીમ સુવિધાઓમાં વધારો કરશે અને આંતરરાષ્ટ્રીય રમતગમત ભાગીદારીને પ્રોત્સાહન આપશે. તેનાથી યુવા રમતવીરો માટે નવા માર્ગો ખુલશે, ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન મળશે અને રમતગમતમાં પ્રાદેશિક સહયોગ સ્થાપિત થશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા દાયકામાં ભારતે નોંધપાત્ર પરિવર્તન કર્યું છે અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. રાષ્ટ્ર "ફ્રેજીલ ફાઇવ અર્થતંત્રોમાંનું એક બનવાથી વિશ્વના "ટોચના પાંચ" અર્થતંત્રોમાંનું એક બનવા તરફ  વિકસિત થયું છે. 2030 સુધીમાં 7 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર અને 2047 સુધીમાં ૩૦ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર હાંસલ કરવા પર આપણી નજર છે ત્યારે ભારતની વિકાસગાથા આપણા યુવાનોની આકાંક્ષાઓ, કૌશલ્યો અને નવીનતાથી પ્રેરિત છે.

ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક સ્તરે સૌથી યુવાન વસતિ ધરાવતો દેશ છે, જેની સરેરાશ ઉંમર 28 વર્ષ છે અને 35 વર્ષથી ઓછી ઉંમરની વસતિના 65 ટકાથી વધારે છે  . રીતે, BIMSTEC દેશો સામૂહિક રીતે તેમની 60 ટકાથી વધુ વસતી 35 વર્ષથી ઓછી વયના લોકો ધરાવે છે, જેથી સામૂહિક વૃદ્ધિ અને વિકાસ માટે તક પ્રસ્તુત થાય છે.

ડૉ. માંડવિયાએ કહ્યું કે, તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક ફોરમના "ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ"માં જણાવવામાં આવ્યું છે કે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઝડપી પ્રગતિને કારણે 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે 170 મિલિયન નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ત્યારે કુશળ વ્યાવસાયિકોની વૈશ્વિક માંગ વધી રહી છે આ માટે ભારતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી લઈને સ્કિલ ઇન્ડિયા મિશન સુધીના કૌશલ્ય અંતરને દૂર કરવા માટે વિવિધ પહેલ કરી છે.   સ્કિલ ઇન્ડિયા યોજના હેઠળ 1.5 કરોડથી વધારે યુવાનોને એઆઇ, રોબોટિક્સ અને ડિજિટલ ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી છે અને તેમને ઉદ્યોગ સાથે સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવામાં આવ્યા છે અને તેમને ભવિષ્યના જોબ માર્કેટ માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, પહેલોના પરિણામે છેલ્લા એક દાયકામાં ભારતીય સ્નાતકોની રોજગારક્ષમતામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે 2013માં 33.95 ટકાથી વધીને 2024માં 54.81 ટકા થયો છેજે નોકરીની તત્પરતામાં 61 ટકાનો સુધારો દર્શાવે છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો-સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે. ભારત  વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. આજે દેશમાં 157,000થી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે, જેમાંથી 48 ટકામાં ઓછામાં ઓછા એક મહિલા ડિરેક્ટરનો સમાવેશ થાય છે, જે સમૃદ્ધ અને સર્વસમાવેશક સ્ટાર્ટઅપ લેન્ડસ્કેપને પ્રતિબિંબિત કરે  છે. તેમણે કહ્યું કે, "મેક ફોર ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ"ને મજબૂત કરવા માટે  ભારત પાંચ નેશનલ સેન્ટર્સ ઓફ એક્સલન્સની સ્થાપના કરી રહ્યું છે, જે યુવાનોને આધુનિક ઉત્પાદન કૌશલ્યોથી સજ્જ કરવા વૈશ્વિક કુશળતાનો ઉપયોગ કરે છે.

ડૉ. માંડવિયાએ જણાવ્યું કે, એમવાય ભારત નામનો એક રાષ્ટ્રીય મંચ સ્થાપિત કર્યો છે. પ્લેટફોર્મ પર  રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે રોકાયેલા 15 મિલિયન યુવાનોની નોંધણી થઈ ચૂકી  છે. તેમણે વધુમાં કહ્યું કે, વર્ષે જાન્યુઆરીમાં અમે પ્રથમ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ "વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ" નું આયોજન કર્યું હતું, જેણે યુવાનોની સક્રિય ભાગીદારી અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપ્યું હતું. સ્પર્ધામાં 30 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો અને પડકારના વિવિધ તબક્કાઓમાં ભાગ લીધો હતો. યુવાન નેતાઓને ભારત માટે તેમના વિચારો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સમક્ષ  પ્રત્યક્ષ રીતે પ્રસ્તુત કરવાની  તક મળી.

અંતે તેમણે જણાવ્યું કે, ભારત સફરમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છે, જે પ્રાદેશિક સહકારને મજબૂત કરવા માટે તેની કુશળતા, સંસાધનો અને દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરે છે. BIMSTEC એ માત્ર સરકારો સાથે મળીને કામ કરવા વિશે નથીતે લોકોને જોડવા, યુવાનોને સશક્ત બનાવવા અને સહિયારી સમૃદ્ધિના ભવિષ્યનું નિર્માણ કરવા વિશે પણ છે.

આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ; યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રીમતી રક્ષા ખડસે; ભારત સરકારનાં વિદેશ મંત્રાલયનાં  (પૂર્વ) સચિવ  શ્રી જયદીપ મઝુમદાર; સીઆઈઆઈ-યી, પાસ્ટ નેશનલ ચેર શ્રી વિશાલકુમાર અગરવાલ ઉપસ્થિત રહ્યાં હતા.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2100977) Visitor Counter : 115