સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ડાક વિભાગે મનાવ્યો 76મો ગણતંત્ર દિવસ, તમામ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે 'ડાક ચૌપાલ 'નું પણ આયોજન કરવામાં આવ્યું
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે નવરંગપુરા મુખ્ય ડાકઘરમાં ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ, ડાક ચૌપાલમાં લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
ડાક વિભાગનો સામાન્ય જન સાથે જોડાણ, આવા સંજોગોમાં ગણતંત્રમાં તેની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
26 JAN 2025 2:41PM by PIB Ahmedabad
ડાક વિભાગે 76મો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો. અમદાવાદના નવરંગપુરા મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. આ અવસરે ‘ડાક ચૌપાલ’ મહોત્સવનું આયોજન કરીને લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના તમામ 2,262 ડાકઘરોમાં ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની સાથે ‘ડાક ચૌપાલ’નું પણ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ‘ડાક સેવા - જન સેવા’ સૂત્ર હેઠળ તમામ ટપાલ સેવાઓની માહિતી આપતી પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તેમના સંબોધનમાં જણાવ્યું કે, ડાક વિભાગ સામાન્ય જનતા સાથે જોડાયેલું છે જે સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચી ને લોક કલ્યાણકારી યોજનાઓથી લોકોને જોડે છે. એવી પરિસ્થિતિમાં, ગણતંત્રમાં ડાક વિભાગની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સંવિધાનમાં આપવામાં આવેલા અધિકારો સાથે કર્તવ્યોનો પણ યોગ્ય અમલ કરવો જરૂરી છે. આ અનુસંધાનમાં, જરૂરી સરકારી અને નાગરિક-કેન્દ્રિત સેવાઓને સમાજના અંતિમ છોર સુધી પહોંચાડવા માટે દરેક ડાકઘરમાં ‘ડાક ચૌપાલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આમાં ‘સરકારી સેવાઓ તમારા દ્વાર’ હેઠળ નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ્સ બેંક સેવાઓ, ડીબટી, ઈ-કોમર્સ અને નિકાસ સેવાઓ સહિત વિવિધ નાગરિક-કેન્દ્રિત સેવાઓ વિશે જાગરૂકતા ફેલાવી અને લોકોને લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ડાકઘરો દ્વારા અમલમાં લેવામાં આવી રહી છે. આ સેવાઓને સમાજના તમામ લોકો સુધી પહોંચાડીને આપણે તેમને તેમના અધિકાર આપવા અને આપણી ફરજોનું નિર્વહણ કરી શકીએ છીએ. આ જ ગણતંત્ર દિવસની વાસ્તવિક મહત્વ હશે. સુકન્યા સમૃદ્ધિ યોજના અને મહિલા સન્માન બચત પત્રની લાભાર્થીઓને પાસબુક વિતરણ કરતી વખતે, તેમણે સશક્ત નારી અને સમૃદ્ધ સમાજનું આહ્વાન કર્યું.
શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ દિવસે, આપણે બંધારણ હેઠળ લોકશાહી પ્રણાલી અપનાવી હતી અને દેશના દરેક નાગરિકના કલ્યાણ અને સર્વાંગી વિકાસની ખાતરી કરવાનો સંકલ્પ લીધો હતો. આવી સ્થિતિમાં, એક જવાબદાર નાગરિક અને સરકારી વ્યવસ્થાના એક ભાગ તરીકે, બંધારણ દ્વારા સ્થાપિત વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કામ કરતી વખતે, આપણી ફરજ હોવી જોઈએ કે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચે. અને આ માટે આપણે વધુ અસરકારક અને પ્રતિબદ્ધ રીતે કામ કરવું પડશે. દિવસ પર, આપણે બધાએ લોકશાહીની સિદ્ધિઓની ઉજવણી કરવી જોઈએ અને શાંતિપૂર્ણ, સુમેળભર્યા અને પ્રગતિશીલ ભારતનું નિર્માણ કરવા માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ શબ્દો અને ભાવનાને સ્વીકારવાની જરૂર છે, જે 'આપણે ભારતના લોકો' થી શરૂ થાય છે. આ આપણા લોકશાહી અને ગણતંત્રનો સાર છે.
અમદાવાદ સિટી વિભાગના પ્રવર ડાકઘર અધિકારી શ્રી વિકાસ પાલ્વે એ બધાને ગણતંત્ર દિનની હાર્દિક શુભેચ્છાઓ આપવી. તેમના સંબોધનમાં, તેમણે સ્વતંત્ર ભારતમાં ડાક સેવાનો મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો અને દેશમાં વિકાસ અને દેશના એકતામાં તેના મહત્વપૂર્ણ યોગદાનને ઉજાગર કર્યું. તેમણે જણાવ્યું કે, અમદાવાદના તમામ ડાકઘરોમાં ‘ડાક ચૌપાલ’નો લાભ અહીંના લોકો અને તમામ લાભાર્થીઓથી મળશે.
આ અવસરે, સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધી, શ્રી એમ. એમ. શેખ, સિનિયર એકાઉન્ટ અધિકારી શ્રી પંકજ સ્નેહી, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી. જે. સોલંકી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ચીફ મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક ડાક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રવિન્દ્ર પરમાર, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી હિતેશ પરીખ, શ્રી વિશાલ ચૌહાણ, નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, પોસ્ટ ફોરમ ના મેમ્બર્સ મિસ કાન્તાબેન. ચાવડા, મિસ રેખાબેન અધવરિયું સહિત તમામ અધિકારીઓ-કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને હર્ષોલ્લાસ સાથે ગણતંત્ર દિવસ ઉજવ્યો
(Release ID: 2096416)
Visitor Counter : 41