ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલય અને યુવા બાબતો તેમજ ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર - માય ભારત અમદાવાદ દ્વારા 16મા આદિવાસી યુવા આદન પ્રદાન કાર્યક્રમનું સમાપન
Posted On:
25 JAN 2025 8:25PM by PIB Ahmedabad
ભારત સરકારના ગૃહ મંત્રાલય તેમજ યુવા બાબતો અને ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર - માય ભારત અમદાવાદ દ્વારા 16મ આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો. તારીખ 18 જાન્યુઆરી, 2025થી 24 જાન્યુઆરી, 2025 સુધી આયોજિત આ કાર્યક્રમ ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે યોજાયો. કેમ્પ આયોજકો દ્વારા ઓડિશા અને છત્તીસગઢથી આવેલા 200 આદિવાસી ભાઈ-બહેનો અને તેમને અહીંયા લઇને આવેલા 20 એસ્કોર્ટ મિત્રોએ ભાગ લીધો હતો જેનો ભવ્ય સમાપન સમારોહ ગુજરાત સ્પોર્ટ્સ પ્રાધિકરણના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો.
સમાપન સમરોહમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ પૂર્વના માનનીય સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, ભારત સરકારના ગૃહ મંત્રાલયથી કમાન્ડન્ટ શ્રી મહાલક્ષ્મી ઉપાધ્યાય, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, ગુજરાતના રાજ્ય નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટ, નિકોલના કોર્પોરેટર શ્રી દિપકભાઈ પંચાલ, સામાજિક કાર્યકર શ્રી ભાવેશ ભટ્ટ અને ભરત દેસાઈ તથા કેમ્પ આયોજક જિલ્લા યુવા અઘિકારી, અમદાવાદ શ્રી પ્રિતેશ કુમાર ઝવેરી તથા ભાવનગરના અઘિકારી શ્રી ભુપેન્દ્ર ગીલ તથા સેલવાસાના અધિકારી શ્રીમતી મનસા વિશેષરૂપે હાજર રહ્યાં હતા.
કાર્યક્રમ દરમિયાન સહભાગી યુવાનોએ અને તેમના CRPF અને ITBPના એસ્કોર્ટિંગ અધિકારીઓએ કાર્યક્રમ માટે તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આવા સુંદર મજાના કાર્યક્રમો થકી આદિવાસી યુવાનોને ચોક્કસથી પ્રોત્સાહન મળે છે અને આવા કાર્યક્રમો થતા રહેવા જ જોઈએ.
માનનીય સાંસદ શ્રીએ પણ યુવાનોને આવા કાર્યક્રમો થકી પોતાના કૌશલ્ય અને પ્રતિભા બહાર લાવી અને તેને આદિવાસી સમાજના વિકાસ માટે કામે લાગવાનું આહવાન કર્યું હતું.
ભારત સરકારના ગૃહ મંત્રાલયમાં કમાન્ડન્ટ શ્રી ઉપાધ્યાયે પણ યુવાનોને ગૃહ મંત્રાલય થકી આ જ પ્રકારના કાર્યક્રમો કરી આદિવાસી સમાજને આગળ લાવવા માટે ના તમામ પ્રયત્નો કરવા માટેની ખાતરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિની ઝલકી દેખાડતા નૃત્યો અને ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતા નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન પધારેલ યુવાનોને કાર્યક્રમની સ્મૃતિ રૂપે સમૂહ ફોટો ફ્રેમ, પ્રશસ્તિપત્રો અને કાર્યક્રમ દરમિયાન આયોજિત ભાષણ પ્રતિયોગિતા અને સાંસ્કૃતિક સમૂહ નૃત્ય સ્પર્ધાના વિજેતાઓને આયોજકો દ્વારા રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ આયોજક અને નેતૃત્વકર્તા અમદાવાદ જિલ્લા યુવા અઘિકારી શ્રી પ્રિતેશ કુમાર ઝવેરી તથા તેમની ટીમે પોતાના અથાક પ્રયત્નો દ્વારા કાર્યક્રમને જિલ્લા અને રાજ્ય પ્રશાસનના વિશેષ સહયોગથી સફળ બનાવ્યો હતો અને તમામ પ્રતિભાગીઓને પૂર્ણ પણે સંતુષ્ટ કરી કેમ્પમાંથી પોતાના રાજ્યમાં મોકલવાની પણ સઘળી વ્યવસ્થા કરી હતી.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2096267)
Visitor Counter : 28