માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

CBSE અને IIT ગાંધીનગર ખાતે CCL એક સાથે લાવી રહ્યા છે 3030 એક્લવ્ય (3030 EKLAVYA) ઓનલાઇન પ્રોગ્રામની ત્રીજી આવૃત્તિ!

Posted On: 23 JAN 2025 5:03PM by PIB Ahmedabad

 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અને આઇઆઇટી ગાંધીનગર (IIT Gandhinagar) ખાતે આવેલ સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (CCL) એક વખત ફરીથી શિક્ષણના ક્ષેત્રમાં એક અદ્ભુત પહેલ સાથે લાવી રહ્યા છે, 3030 એક્લવ્ય ઓનલાઇન પ્રોગ્રામની ત્રીજી આવૃત્તિનું લક્ષ્ય, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વિજ્ઞાન અને ગણિતના પ્રત્યેની જિજ્ઞાસા અને સર્જનાત્મકતાને જાગૃત કરવાનું છે. પ્રોગ્રામ રોજબરોજના જીવનની ઘટનાઓને પ્રાયોગિક પ્રવૃત્તિઓ સાથે જોડીને વિજ્ઞાન અને ગણિતને રોમાંચક બનાવશે.

પ્રમાણપત્ર વિકલ્પો:

  • CBSE શિક્ષકો 10 એપિસોડ્સ અને અસાઇનમેન્ટ્સ પૂર્ણ કરીને 30-કલાકનું CPD પ્રમાણપત્ર મેળવી શકશે.
  • વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સહભાગિતા પ્રમાણપત્ર (Participation Certificate) તથા કોર્સ પૂર્ણતા પ્રમાણપત્ર (Course Completion Certificate) મેળવી શકશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 સાથે સંરેખિત શ્રેણી, શિક્ષણને નવી દિશા આપે છે જે ખ્યાલાત્મક સ્પષ્ટતા અને સર્જનાત્મક વિચારધારાને વિકસાવે છે.

પ્રથમ એપિસોડની વિગતો:

  • તારીખ: 26 જાન્યુઆરી 2025, રવિવાર
  • સમય: સાંજે 4 વાગ્યાથી (IST)
  • એપિસોડ શીર્ષક: કમ્પ્યુટિંગ વિથ સોપ (બંટીનો સાબુ ધીમો નથી, સુપરકમ્પ્યુટર કરતાં પણ ઝડપી છે)
  • સાપ્તાહિક એપિસોડ્સ: 45 મિનિટની અવધીના 10 લાઇવ સત્રો, દર રવિવારે સાંજે 4 વાગ્યાથી પ્રસારિત થશે.

એપિસોડ હાઇલાઇટ્સ:

  • સાબુની ફિલ્મોની મદદથી પઝલ્સ ઉકેલો  અને મેટ્રો નેટવર્ક્સ ડિઝાઇન કરવાથી લઈને 300 વર્ષ જૂની સમસ્યાઓનો સામનો કરો.
  • જીવવિજ્ઞાનના ખ્યાલોને સમજો સાથે બબલ્સ અને સાબુનો ઉપયોગ કરીને કોષ રચનાને નિહાળો.
  • મનોરંજક અને વ્યવહારુ રીતે ભૂમિતિ, બીજગણિત અને સંખ્યા પેટર્નનું અન્વેષણ કરવા માટે DIY પ્રોજેક્ટ્સમાં ડાઇવ કરો.

શાળાઓ પ્રોગ્રામમાં કેવી રીતે સક્રિય ભૂમિકા ભજવી શકે?

૧. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરો: પ્રોગ્રામમાં જોડાઈને તેઓ વિજ્ઞાન અને   ગણિતની અદ્ભુત યાત્રા પર જઈ શકે છે.

૨. સંસાધનોનો ઉપયોગ કરો: મૂલ્યાંકન ફ્રેમવર્ક અને સાધનોની મદદથી પ્રોગ્રામને વધુ સહજ અને રસપ્રદ બનાવો.

૩. જાગૃતિ ફેલાવો: પોસ્ટર્સ અને WhatsApp સંદેશાઓ શેર કરીને પ્રોગ્રામ વિશે બધાને જાણ કરો અને તેમને જોડાવા પ્રોત્સાહિત કરો.

પ્રોગ્રામને ખૂબ વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વિજ્ઞાન અને ગણિતની અદ્ભુત દુનિયાને વધુ ખંગોળવા માટે, અમારી સાથે જોડાયેલા રહો.

પ્રથમ એપિસોડ જોવા માટે, અહીં ક્લિક કરો: https://tinyurl.com/eklavyaep1

વધુ માહિતી માટે મુલાકાત લો: https://eklavya.iitgandhinagar.ac.in/ 

 

 

 


(Release ID: 2095493) Visitor Counter : 30


Read this release in: English