માનવ સંસાધન વિકાસ મંત્રાલય
પરાક્રમ દિવસ નિમિત્તે PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ક્વિઝ સ્પર્ધા યોજાઈ
Posted On:
23 JAN 2025 4:54PM by PIB Ahmedabad
ભારતમાં દર વર્ષે 23 જાન્યુઆરીને “પરાક્રમ દિવસ” તરીકે મનાવવામાં આવે છે. આ પ્રસંગે PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર 1, સેક્ટર 30, ગાંધીનગર ખાતે 23/01/2025ના રોજ ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ પ્રદેશના ડેપ્યુટી કમિશનર શ્રીમતી શ્રુતિ ભાર્ગવ અને મદદનીશ કમિશનર શ્રી વેંકટેશ્વર પ્રસાદે હાજરી આપી હતી.
નેતાજીની અદમ્ય ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ સેવાને માન આપવા અને યાદ કરવા માટે, ભારત સરકારે 23મીએ તેમનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. દેશના લોકોને, ખાસ કરીને યુવાનોને નેતાજીની જેમ પ્રતિકૂળતાનો સામનો કરવા દૃઢતાથી કામ કરવા માટે પ્રેરિત કરવા દર વર્ષે જાન્યુઆરીનો દિવસ “પરાક્રમ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેથી તેમનામાં દેશભક્તિની ભાવનાનો સંચાર થાય.
શ્રી આચાર્ય આલોક કુમાર તિવારી એ તમામ મહાનુભાવો અને તમામ સહભાગીઓને આવકાર્યા હતા. વાઈસ પ્રિન્સિપાલ શ્રી વ્યોમેશ રાવલે આભારવિધિ કરી હતી.
AP/IJ/GP/JD
(Release ID: 2095484)
Visitor Counter : 54