સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ બન્યું સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ આવરણીત ક્ષેત્ર, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે છોકરીઓને પાસબુકનું કર્યું વિતરણ
'સુકન્યા સમૃદ્ધિ યોજના' દ્વારા છોકરીઓ બનશે આત્મનિર્ભર, 'આત્મનિર્ભર ભારત' ની સંકલ્પના પણ થશે સાકાર - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
છોકરીઓના સશક્તિકરણથી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર બનશે મજબૂત - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
20 JAN 2025 9:47PM by PIB Ahmedabad
આપણા દેશમાં છોકરીઓનું સ્થાન મહત્વપૂર્ણ છે. છોકરીઓના સશક્તીકરણ માટે, 'બેટી બચાવો, બેટી પઢાઓ' હેઠળ 'સુકન્યા સમૃદ્ધિ યોજના' દ્વારા પુત્રીઓના ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી અને લગ્ન માટે આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવામાં આવી. ઉપરોક્ત વિચારો સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 20 જાન્યુઆરીના રોજ દીવને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ આવરણીત ક્ષેત્ર બનાવવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વ્યક્ત કર્યા. દીકરીઓને 'સુકન્યા સમૃદ્ધિ યોજના'ની પાસબુક અને ભેટોનું વિતરણ કરતી વખતે તેમણે કહ્યું કે આ દ્વારા દીકરીઓ આત્મનિર્ભર બનશે અને 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પના પણ સાકાર થશે. આ પ્રસંગે નાણાકીય સમાવેશ હેઠળ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક, મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની વિવિધ યોજનાઓ માટે ખાતા ખોલવામાં આવ્યા અને લોકોને આ યોજનાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે કન્યાઓનું સશક્તીકરણ પરિવાર, સમાજ અને આખરે રાષ્ટ્રને મજબૂત બનાવે છે. 10 વર્ષ સુધીની છોકરીઓ માટે પોસ્ટ ઓફિસમાં માત્ર ₹250માં ખોલી શકાય તેવી સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે છોકરીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સાથે પણ જોડાયેલી છે. ડાક વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ઘરે ઘરે જઈને ઝુંબેશ ચલાવીને દીકરીઓને આ યોજના સાથે જોડવામાં આવી તે પ્રશંસનીય કાર્ય છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ હવે ફક્ત પત્રો જ પહોંચાડતું નથી પરંતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો પણ લોકો સુધી પહોંચાડી રહ્યું છે. નાણાકીય સશક્તીકરણ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં ડાક વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકા છે. એક છત નીચે અનેક સેવાઓ ઉપલબ્ધ કરાવીને પોસ્ટ ઓફિસોને બહુહેતુક બનાવવામાં આવી છે. પોસ્ટ ઓફિસમાં બચત, વીમો, આધાર, પાસપોર્ટ, કોમન સર્વિસ સેન્ટર, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ગંગા જળ વેચાણ, QR કોડ આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા લોકોને ઘરે બેઠા ડિજિટલ બેંકિંગ સહિતની તમામ સુવિધાઓ મળી રહી છે. 'પોસ્ટમેન ટપાલ લાવ્યો' થી 'પોસ્ટમેન બેંક લાવ્યો' અને 'અહર્નિશમ સેવામહે' સુધીની સફરમાં, પોસ્ટ ઓફિસની ભૂમિકામાં દરરોજ મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે.
દીવના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડૉ. વિવેક કુમારે દીવ વિસ્તારની તમામપાત્ર છોકરીઓ માટે સુકન્યા ખાતા ખોલવા અને તેને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ કવરેજ વિસ્તાર બનાવવાની પોસ્ટલ વિભાગની પહેલની પ્રશંસા કરતા કહ્યું કે આનાથી અહીંની છોકરીઓ આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનશે.
જૂનાગઢ મંડળના પોસ્ટ વિભાગના અધીક્ષક શ્રી ચાવડાએ જણાવ્યુ કે, દીવ ક્ષેત્રમાં 10 વર્ષ સુધી ની 2100 થી વધુ પાત્ર છોકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજ દર 8.2 ટકા છે. આ યોજનામાં એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
આ અવસરે બાળ વિકાસ પરિયોજનાના અધિકારી શ્રીમતી વૈશાલી કે. બારિયા, શિક્ષણ અધિકારી શ્રીમતી મૈત્રેય ભટ્ટ, આચાર્ય સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (અંગ્રેજી માધ્યમ) ઘોઘલા શ્રી રામજી એન વાજા, સહાયક ડાક નિર્દેશક શ્રી જે.કે. હિંગોરાની, ઉપમંડલિય ડાક નિરીક્ષક શ્રી સોમપાલ સિંઘ, દીવ પોસ્ટમાસ્ટરશ્રી મયુર ગોહિલ સહિત તમામ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, વાલીઓ અને છોકરીઓ હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન સુશ્રી પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું, સ્વાગત પ્રવચન શ્રી જે.કે. હિંગોરાની દ્વારા કરવામાં આવ્યું અને આભારવિધિ શ્રી અર્જુન ચાવડા દ્વારા કરવામાં આવી.
(Release ID: 2094656)
Visitor Counter : 59