ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન

Posted On: 19 JAN 2025 6:52PM by PIB Ahmedabad

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં આજે ભાવનગર સ્થિત સમર્થ કન્યા છાત્રાલય ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી.

 

ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી રાજુભાઈ રબારિયા, શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, શ્રી મુકેશભાઈ ડાભી, શિક્ષણ સમિતિના સભ્ય શ્રી પરેશભાઈ ચૌહાણ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય ડૉ. પ્રકાશભાઈ રાઠોડ , કાર્યક્રમમાં હાજર હતા. આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી આઈ.એસ. ટેન્ક, પી.આઈ. શ્રી કે.એસ. પટેલ, સમાજ કલ્યાણ અધિકારી શ્રી દીપક ભાઈ અને શ્રીમતી મીનાબેન રાઠોડ હાજર રહ્યા હતા.


(Release ID: 2094335) Visitor Counter : 39