ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં ભાવનગરમાં જિલ્લા કક્ષાની સ્વામિત્વ યોજના કાર્યક્રમનું આયોજન


આ યોજનાના બીજા તબક્કામાં ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, આ સિદ્ધિ બદલ હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને હૃદયપૂર્વક અભિનંદન આપું છું: કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા

સ્વામિત્વ યોજના આત્મસન્માન, આત્મવિશ્વાસ અને સુરક્ષાનું પ્રતીક છે: કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા

Posted On: 18 JAN 2025 7:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં દેશભરમાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનો ઈ-વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે, ભાવનગરના ઝવેરચંદ મેઘાણીની ઓડિટોરિયમ હોલ ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહુવાના તલગાજરડા અને મોણપર ગામના 346 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામીણ ભારતને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સ્વાત્વ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. આ યોજના માત્ર મિલકતના અધિકારો જ પ્રદાન કરતી નથી પરંતુ તે આત્મસન્માન, આત્મવિશ્વાસ અને સુરક્ષાનું પ્રતીક પણ છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે દરેક વ્યક્તિને તેના અધિકારો મળે અને તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, આપણો દેશ વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યો છે. આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય વીમા યોજના બની ગઈ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશ્વની સૌથી મોટી આવાસ નિર્માણ યોજના છે, જે કરોડો ગરીબ લોકોના સપનાઓને સાકાર કરી રહી છે. સ્વાત્વ યોજના પણ એક એવી ઐતિહાસિક પહેલ છે, જે દરેક ગ્રામજનોને નવી ઓળખ અને આત્મવિશ્વાસ પ્રદાન કરી રહી છે.

આ યોજના ગામડાઓમાં વર્ષોથી ચાલી રહેલા જમીન વિવાદોનો અંત લાવવામાં મદદ કરી રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ સચોટ માહિતી પૂરી પાડે છે. પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરીને, ગ્રામીણ ભાઈ-બહેનો બેંકમાંથી લોન મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. દેશભરના 3.17 લાખ ગામડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ થયો છે અને 2 કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ યોજનાના બીજા તબક્કામાં ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તે આપણા માટે ગર્વની વાત છે. આ સિદ્ધિ બદલ હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. સરકાર નાના કે મોટા દરેક સ્વપ્નને સાકાર કરવા માટે તમારી સાથે ચાલવા તૈયાર છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી રૈયાબેન મિયાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ. સોલંકી (IAS), શ્રી અભય સિંહ ચૌહાણ સહિત અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

AP/IJ/GP/JD


(Release ID: 2094094) Visitor Counter : 42