કાપડ મંત્રાલય
કપાસના ખેડૂતોને અપીલ
Posted On:
10 JAN 2025 11:00AM by PIB Ahmedabad
ભારતીય કપાસ નિગમ લીમીટેડ (CCI) તમામ કપાસ ઉગાડતા રાજ્યોમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) યોજના હેઠળ સક્રિયપણે કપાસની ખરીદી કરી રહ્યું છે અને તેણે ચાલુ કપાસની સીઝન 2024-25 (ઓક્ટો.,24-સપ્ટેમ્બર,25) દરમિયાન અત્યાર સુધીમાં 345.93 ક્વિન્ટલ કપાસની ખરીદી કરેલ છે.
ભારતીય કપાસ નિગમ લીમીટેડ (CCI) રાજ્યોના તમામ કપાસના ખેડૂતોને ખાતરી આપે છે કે તે છેલ્લી આવક સુધી સમગ્ર ઉચિત ગ્રેડના કપાસની ખરીદી કરવાનું ચાલુ રાખશે. તેથી ખેડૂતોએ કોઈ પણ પ્રતિફૂળ પરીસ્થિતિ માં ગભરાઈ ને તેમનો કપાસ વેચવાની જરૂર નથી.
ઉપરોક્ત બાબતે કોઈપણ ખેડૂત ને કોઈપણ સમસ્યા અથવા ફરિયાદ હોય તો તે WhatsApp Number +91 7718955728 પર સંદેશ મોકલી શકે છે.
*****
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2091685)
Visitor Counter : 43