નાણા મંત્રાલય
સીબીઆઈએ તેના જ અધિકારી સામે કેસ નોંધ્યો; 55 લાખની રોકડની વસૂલાત માટે 20 સ્થળોએ તપાસ
Posted On:
02 JAN 2025 8:56PM by PIB Ahmedabad
ભ્રષ્ટાચાર અને અન્ય અપરાધ બાબતે પોતાની શૂન્ય સહિષ્ણુતાની નીતિના ભાગરૂપે સીબીઆઈએ તેના પોતાના ડીવાયએસપી અને અન્ય લોકો વિરુદ્ધ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના દાયરામાં રહેલા વિવિધ વ્યક્તિઓ પાસેથી અયોગ્ય લાભ મેળવવાના આરોપો પર કેસ નોંધ્યો છે. એફઆઈઆરમાં આરોપ છે કે આરોપી જાહેર સેવક અનેક એકાઉન્ટ્સ અને હવાલા ચેનલ દ્વારા લાંચના પૈસાની લેવડ-દેવડ માટે અલગ-અલગ વચેટિયાઓની સેવાઓનો ઉપયોગ કરી રહ્યો હતો.
એફઆઈઆરની નોંધણીના પરિણામે જયપુર, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાં 20 જગ્યાઓ પર તપાસ કરવામાં આવી છે. તપાસમાં રૂ. 55 લાખની રોકડની રિકવરી કરવામાં આવી છે. જે હવાલા ચેનલ દ્વારા રૂટ કરવામાં આવી છે. જેમાં આશરે રૂ. 1.78 કરોડનું રોકાણ દર્શાવતી મિલકતના કાગળ અને રૂ. 1.63 કરોડના વ્યવહારો દર્શાવતી બુક એન્ટ્રીઓ ઉપરાંત અન્ય ગુનાહિત દસ્તાવેજો/ વસ્તુઓ સામેલ છે.
આ બાબતે વધુ તપાસ ચાલુ છે.
AP/IJ/GP/JD
(Release ID: 2089708)
Visitor Counter : 71