માહિતી અને પ્રસારણ મંત્રાલય
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે અમદાવાદના ઓમ જિજ્ઞેશ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત
Posted On:
26 DEC 2024 1:52PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (26 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત સમારોહમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. જેમાં ગુજરાતના અમદાવાદના રહેવાસી ઓમ જિજ્ઞેશ વ્યાસને પણ બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

17 વર્ષીય ઓમ જિજ્ઞેશ વ્યાસ દિવ્યાંગ છે અને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે આ એવોર્ડ એનાયત કરાયો છે. જેઓ સેરેબ્રલ પાલ્સીના લીધે દિવ્યાંગ છે. ઓમ જિજ્ઞેશ વ્યાસને 2000 સંસ્કૃત શ્લોક કંઠસ્થ છે, જેમાં સુંદરકાંઠ તથા ભાગવદ્ ગીતાના શ્લોકોનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેને માત્ર ભક્તિ ગીતો, શ્લોકોમાં રસ છે. તેને મ્યુઝિકલ પાર્ટી, ટી.વી, રેડિયો, ડી.જે. વગરે સાંભળવામાં પણ રસ નથી. તેના માટે મનોરંજનનુ સાધન એટલે માત્ર આધ્યાત્મિક ભક્તિ ગીતો. જેમ જેમ તેની ઉંમર વઘતી જાય છે તેમ તેમ તેનો આધ્યાત્મિક ક્ષેત્રે રસ પણ વધતો જાય છે. ઓમને સૌથી વધુ ખુશી મંદિરમાં જવાથી મળે છે. હાલ ઓમને સુંદરકાંઠ તથા ભાગવદ્ ગીતાના શ્લોકો, હનુમાન ચાલીસા શિવમહિમ્ન સ્ત્રોત, શિવમાનસ પુજા, રામ રક્ષાસ્ત્રોત, શિવ તાંડવ, ગાયત્રી મંત્રી, ગાયત્રી ચાલીસા, સાંઇ ભવાની, મારી હુંડી સ્વીકારો મહારાજ, શંભુ શરણે પડી વગેરે જેવા ભજનો તેમજ શ્લોકો કંઠસ્થ છે. આ બધુ ઓમ વ્યાસે માત્ર સાંભળીને કંઠસ્થ કરેલ છે.
ઓમ જિજ્ઞેશ વ્યાસને રાષ્ટ્રીય દિવ્યાંગજન પુરસ્કાર એનાયત થયો છે તથા પ્રધાનમંત્રી દ્વારા તેમની પ્રસંશા પણ કરવામાં આવી છે.
AP/IJ/GP/JD
(Release ID: 2088067)
Visitor Counter : 114