માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેરળથી આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે નડાબેટ સરહદ પર રિટ્રીટ પરેડ નિહાળી
બીએસએફ જવાનોનાં જોશથી દેશપ્રેમનો જુવાળ ઉઠ્યો
Posted On:
20 DEC 2024 7:56PM by PIB Ahmedabad
કેરળથી આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે નડાબેટ સરહદની મુલાકાત કરી હતી.

અહીં બીએસએફ જવાનો દ્વારા પરેડ, ઊંટ, શ્વાનની પરેડનું નિદર્શન જોઈને અચંબિત થયા હતા. મંડળે રિટ્રીટ પરેડ નીહાળી હતી જેમાં જવાનોનો જુસ્સો, લોકોનો ઉત્સાહ જોઈ તેઓ પણ રોમાંચિત થઈ ગયા હતા.


ગુજરાત ટુરિઝમ દ્વારા અહીં વિકસાવવામાં આવેલા સીમા દર્શન અને આર્ટ ગેલેરીની મુલાકાત લઈ બીએસએફની કપરી કામગીરી તેમજ ગુજરાતના વૈવિધ્ય વિશે જાણકારી મેળવી હતી.
AP/IJ/GP/JD
(Release ID: 2086619)
Visitor Counter : 80