સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

Posted On: 16 DEC 2024 5:30PM by PIB Ahmedabad

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ અમદાવાદ 380009ની કચેરી ખાતે તા 24/12/2024ના રોજ 17:૦૦ કલાકે ડાક અદાવતનું આયોજન કરવામાં આવેલ છે.

સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર ) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર સમાધાન કરશે.

સિનિયર અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સુપ્રિટેન્ડેન્ટ પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુરા, અમદાવાદ 380009ને (અમદાવાદ ઓફિસ પોસ્ટ શહેર), મોકલવી જેથી નિયત તારીખ 19/12/2024 સુધી અને કચેરી પહોંચી શકે. પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.

ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં તદુપરાંત, ફરિયાદની એક અરજીમાં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઇએ નહીં ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ ધ્યાને લેવાશે

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2084885) Visitor Counter : 31