સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કચ્છની સંસ્કૃતિની ઝલક દર્શાવતા‘ રણ ઉત્સવ’ પર વિશેષ આવરણ અને વિરૂપણ વિમોચન કર્યું


‘રણ ઉત્સવ’ પર વિશેષ કવર દ્વારા દેશ-વિદેશમાં તેનું વ્યાપક પ્રમોશન અને પ્રસારણ થશે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ

Posted On: 16 DEC 2024 4:10PM by PIB Ahmedabad

ગુજરાતના ધોરડો ખાતે રણોત્સવ અંતર્ગત આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમકચ્છડો બારેમાસ માં ભારતીય ટપાલ વિભાગેરણ ઉત્સવપર વિશેષ આવરણ અને વિરૂપણ વિમોચન કર્યું, જે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા 15 ડિસેમ્બર, 2024 ના રોજ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે મુખ્યમંત્રીને વિશેષ આવરણની પ્રથમ કોપી ભેટ તરીકે આપી. ખાસ કવરમાં કચ્છના ભરતકામ દર્શાવતી ટપાલ ટીકીટ લગાવી એનું અનોખું વિરૂપણ કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે 2005માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ રણ ઉત્સવ આજે વૈશ્વિક ઉત્સવ બની ગયો છે. દેશ-વિદેશના લોકો ઉત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે. પ્રકૃતિ, સંસ્કૃતિ, કલા, પરંપરા અને વારસાની ઉજવણીએ માત્ર સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપ્યો નથી પરંતુ તેને વૈશ્વિક સાંસ્કૃતિક મંચમાં પણ પરિવર્તિત કર્યું છે. રણ ઉત્સવ પર ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા વિશેષ કવરની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ટપાલ ટિકિટો અને વિશેષ કવર કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિ અને વારસાને અન્ય ભાગો સાથે જોડીને સાંસ્કૃતિક આદાનપ્રદાનની સુવિધા આપે છે અને સાંસ્કૃતિક સંદર્ભ સ્થાપિત કરે છે.  રણ ઉત્સવમાં હસ્તકલા અને કારીગરી દર્શાવતા વિવિધ સ્ટોલની મુલાકાત લેતી વખતે મુખ્યમંત્રીએ ઈન્ડિયા પોસ્ટ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી અને ટપાલ સેવાઓની પ્રશંસા કરી હતી. પ્રસંગે તેમને ગુજરાત થીમ પર વ્યક્તિગત માય સ્ટેમ્પ પણ ભેટ આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષ 2023માં યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોની જીવંતતા અને અનેક આકર્ષણોને ઓળખીને તેને શ્રેષ્ઠ પ્રવાસન ગામ 2023નું પ્રતિષ્ઠિત બિરુદ આપ્યું હતું.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે 'રણ ઉત્સવ' પર વિશેષ કવર એક અનોખા પ્રતીક તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. તે કચ્છના રણ, સફેદ મીઠાનું રણ, ટેન્ટ સિટી, સૂર્યાસ્ત, સુશોભિત ઊંટ અને સંગીતનાં સાધનોને સાચવતી જીવંત સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે. વિશેષ કવર પર રણ ઉત્સવ વિશે રસપ્રદ માહિતી પણ આપવામાં આવી છે, જે તેને વધુ માહિતીપ્રદ બનાવે છે. આમાં દર્શાવાયું  છે કે તેની લોકપ્રિયતાને કારણે, વર્ષ 2005માં શરૂ થયેલો ત્રણ દિવસીય ઉત્સવ આજે કચ્છના રણ નજીકના ધોરડો ગામમાં 100 દિવસના ઉત્સવમાં પરિવર્તિત થયો છે. સફેદ રેતી પર તંબુઓનું શહેર તેની રોમાંચકતાને કારણે દેશ અને દુનિયાના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ગુજરાતમાં કચ્છનું રણ તેની સફેદ ખારી રણની રેતી માટે પ્રખ્યાત છે અને તેને વિશ્વનું સૌથી મોટું ખારું રણ માનવામાં આવે છે.

પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે રણ ઉત્સવ માત્ર પ્રવાસન સ્થળ નથી પરંતુ તે કચ્છના આત્માની ઉજવણી પણ છે. આવી સ્થિતિમાં, પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક પ્રતીક તરીકે રણ ઉત્સવ પર બહાર પાડવામાં આવેલા વિશેષ કવર દ્વારા, યુવા પેઢી તેમની સંસ્કૃતિ અને વારસાથી માહિતગાર થઈ શકશે. વિશેષ કવર, ફિલેટલીનો અદ્ભુત ભાગ બનીને અને એની ઉપર ટપાલ ટિકિટ છપાઈને દેશ-વિદેશમાં જશે, જ્યાં તેઓ રણ ઉત્સવની કથા લોકો સુધી પહોંચાડશે. જેનાથી દેશ-વિદેશમાં પ્રવાસન ક્ષેત્રે પણ તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર થશે.

ઉલ્લેખનીય છે કે રણ ઉત્સવ કચ્છની સાંસ્કૃતિક જીવંતતા દર્શાવે છે. તહેવાર સંસ્કૃતિ, કલા, સંગીત અને સ્થાનિક હસ્તકલાનું અનોખું મિશ્રણ રજૂ કરે છે. તે કચ્છની પરંપરાઓને જીવંત બનાવે છે અને ભારતના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર છે.

ટપાલ વિભાગના કચ્છ મંડળના સુપરિન્ટેન્ડન્ટ શ્રી એસ. આર. મિસ્ટ્રી જણાવ્યું કે, ‘રણ ઉત્સવપર વિમોચન કરાયેલ વિશેષ કવર 25 રૂપિયા માં પોસ્ટ ઓફિસો થી મળી રહેશે. ઉપરાંત કવર ને રણ ઉત્સવમાં ટપાલ વિભાગના લાગેલ વિશેષ સ્ટોલ પરથી પણ પ્રાપ્ત કરી શકાશે.

પ્રસંગે મંત્રી (પર્યટન), શ્રી મુલુભાઈ બેરા, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રમુખશ્રી જીલ્લા પંચાયત, શ્રી જનકસિંહ જાડેજા, જીલ્લા ભાજપ પ્રમુખ, શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય ભુજ, શ્રી કેશુભાઈ પટેલ, ધારાસભ્ય રાપર, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ગાંધીધામ, શ્રીમતી. માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય અબડાસા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય અંજાર, શ્રી ત્રિકમભાઈ છાંગા, સચિવ (પર્યટન),શ્રી રાજેન્દ્ર કુમાર, મેનેજિંગ ડિરેક્ટર અને કમિશનર (પર્યટન), સુશ્રી સૈડિંગપુઈ છકછુક, કલેક્ટર કચ્છ, શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી  કચ્છ, શ્રી એસ કે પ્રજાપતિ સરપંચ ધોરડો, શ્રી મીયા હુસેન અને કચ્છ ટપાલ વિભાગના અધિક્ષક, શ્રી એસ. આર. મિસ્ટ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.


(Release ID: 2084813) Visitor Counter : 51


Read this release in: English