માનવ સંસાધન વિકાસ મંત્રાલય
પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટ ખાતે કે.વી.એસ. સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
Posted On:
14 DEC 2024 3:02PM by PIB Ahmedabad
આજ રોજ 14મી ડિસેમ્બર 2024ના રોજ પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટ ખાતે કે.વી.એસ. સ્થાપના દિવસની ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વી.વી.એનના ચેરમેન લેફ્ટનન્ટ કર્નલ ગિરીશકુમાર ડોડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જીપીએસએસબીના ઉપસચિવ શ્રીમતી અફસાના મકવા, યુબીઆઈના અસરવાના બ્રાંચ મેનેજર શ્રી મુકેશ મીના પૂર્વ પ્રાથમિક શિક્ષક શ્રીમતી હરબિંદર કૌર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ઉજવણીની શરૂઆત પરંપરાગત દીપ પ્રજ્વલન અને સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી હતી. આ તકે મુખ્ય મહેમાનોનું સ્વાગત હરિત સ્વાગત અંતર્ગત છોડની ક્યારીઓ આપીને પર્યાવરણમિત્ર પ્રણાલીને વેગ આપવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા સંબોધન કરવામાં આવ્યું, જેમાં કુ. સુહાસિની અને કુ. પ્રકૃતિ(ધોરણ XI-D) એ કે.વી.એસ.ના મહત્વ અને સ્થાપના દિવસની યાદોને પ્રકાશમાં મૂકી હતી. આ ઉપરાંત કુ. ક્ષમા (ધોરણ XI) એ રાષ્ટ્રીય એકતા પર કાવ્ય પઠન કરી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.
આ કાર્યક્રમની વિશેષતા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રહી હતી જેમાં કે.વી.એસ. ગીત, વિવિધ રાજ્યોના લોકગીતો, એકલ નૃત્ય અને “એકતામાં વિવિધતા” પર પ્રભાવશાળી સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ધોરણ 10માં શ્રેષ્ઠ પરિણામ અપાવનાર શિક્ષકોને ગોલ્ડન અને સિલ્વર પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
લેફ્ટનન્ટ કર્નલ ગિરીશકુમાર ડોડે વિદ્યાર્થીઓને શિસ્ત અને પરિશ્રમના મહત્વ પર માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે વિશેષ મહેમાન શ્રીમતી અફસાના મકવા, જેમણે આ જ શાળામાં ધોરણ 1થી 12 સુધી અભ્યાસ કર્યો છે, તેમણે પોતાના જીવનના અનુભવોથી વિદ્યાર્થીઓને કઠોર પરિશ્રમ અને સમર્પણનો બોધ આપ્યો હતો.
શાળાના પ્રાચાર્ય શ્રી સચિનકુમાર સિંહ રાઠૌરે શિક્ષણના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાના વિઝન પર ભાર મૂક્યો હતો.
આ ઉલ્લેખનીય કાર્યક્રમનું સમાપન શ્રી વરમોરા સાહેબની આભાર વિધિ અને રાષ્ટ્રીય ગાન સાથે કરવામાં આવ્યું હતું.
આ ઉજવણી દ્વારા કે.વી.એસ. સંસ્થાએ શિક્ષણ, એકતા અને સાંસ્કૃતિક વિવિધતાના મૂલ્યોને ઉજાગર કર્યા હતા, જેને ભવ્ય સફળતા મળી.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2084439)
Visitor Counter : 97