સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
PM-WANI ભારત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ
Posted On:
06 DEC 2024 3:52PM by PIB Ahmedabad
પીએમ વાણીમાં પબ્લિક ડેટા ઓફિસ (PDO), પબ્લિક ડેટા ઓફિસ એગ્રીગેટર્સ (PDOA) એપ્લિકેશન પ્રદાતાઓ (App Providers) અને સેન્ટ્રલ રજિસ્ટ્રી (Central Registry) સહિતના વિવિધ હિતધારકોનો સમાવેશ થાય છે.
એપ્લિકેશન પ્રદાતાઓ નોંધાયેલા વપરાશકર્તાઓ માટે એપ્લિકેશન્સ બનાવે છે અને નજીકના વિસ્તારોમાં Wi-Fi હોટસ્પોટ્સને ઓળખે છે. આમાં, સેન્ટ્રલ રજિસ્ટ્રી તમામ એપ નિર્માતાઓ, પીડીઓએ અને પીડીઓની વિગતો રાખે છે.
ટેલિકોમના ટેકનોલોજી વિભાગ, ગુજરાતે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે PDO માટે કોઈ નોંધણીની જરૂર રહેશે નહીં. બીજી તરફ, PDOA અને એપ પ્રદાતાઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ દ્વારા ટેલિકોમ વિભાગમાં પોતાની નોંધણી કરાવી શકે છે. આ માટે તેઓએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
PDOA કેવી રીતે બનવું તેની માહિતી અહીં મેળવો: https://pmwani.gov.in/assets/landing-page/booklets/Booklet_PDOA_Gujarati.pdf
PDO બનવા વિશે અહીં માહિતી મેળવો: https://pmwani.gov.in/assets/landing-page/booklets/Booklet_PDO_Gujarati.pdf
એપ્લિકેશન પ્રદાતા બનવા માટે અહીં નોંધણી કરો: https://pmwani.gov.in/assets/landing-page/booklets/Booklet_APP_Gujarati.pdf
AP/IJ/GP/JD
(Release ID: 2081481)
Visitor Counter : 73