માહિતી અને પ્રસારણ મંત્રાલય
રિવરફ્રન્ટ (ઇવેન્ટ સેન્ટર) ખાતે 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (એઆઇબીએફ)'માં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર, 2024 સુધી પુસ્તક પ્રદર્શન
Posted On:
30 NOV 2024 5:56PM by PIB Ahmedabad
ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના પ્રકાશન વિભાગ દ્વારા 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર, 2024 દરમિયાન ઇવેન્ટ સેન્ટર - સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024' માં ભાગ લેવામાં આવી રહ્યો છે. આ સમય સવારે 11:00 થી 9:00 વાગ્યા સુધીનો છે.
શિક્ષણ મંત્રાલય હેઠળ નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી એઆઇબીએફનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે એઆઇબીએફનું ઉદઘાટન કર્યું હતું.
ભારત, સામાન્ય જ્ઞાન (જીકે), કલા, સંસ્કૃતિ, વિજ્ઞાન, સ્વાતંત્ર્ય સંગ્રામ, વારસો, બાળસાહિત્ય, ગાંધી સાહિત્ય વગેરે પર વિવિધ પ્રકારનાં પુસ્તકો ઘણી ભારતીય ભાષાઓમાં ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. પ્રકાશન વિભાગ 'યોજના, આજકલ, કુરુક્ષેત્ર, બાલ ભારતી' જેવાં સામયિકો પ્રકાશિત કરે છે અને સાપ્તાહિક 'રોજગાર સમાચાર' પ્રકાશિત કરે છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુવાનો અને નાગરિકો માટે ઉપયોગી છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને હોલ-એમાં સ્ટોલ નં.18ની મુલાકાત લઈ શકો છો અથવા yojanagujarati[at]gmail[dot]com/પીએચ: 079-26588669 પર પ્રશ્નો મોકલી શકો છો અથવા નેપ્ચ્યૂન ટાવર, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે આવેલી ઓફિસમાં સામયિકો સબસ્ક્રાઇબ કરી શકે છે અને પુસ્તકો ખરીદી શકે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2079405)
Visitor Counter : 95