સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રીશ્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે, અનુસૂચિત જાતિની યોજનાઓનું કચ્છમાં અમલીકરણ, જિલ્લામાં વસ્તી અને કલ્યાણકારી કાર્યક્રમો અંગે વિગતવાર જાણકારી મેળવી

Posted On: 17 NOV 2024 7:36PM by PIB Ahmedabad

આજરોજ કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રીશ્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. કચ્છના ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, મદદનીશ કલેક્ટરશ્રી સુનિલ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણશ્રી રોહિત વિનોદ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન.એસ. ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીએ બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ કચ્છ જિલ્લા અંગેની પ્રાથમિક વિગતો કેન્દ્રિય રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલેને આપી હતી. ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ઉદ્યોગોનું આગમન અને નર્મદાના અવતરણથી આવેલા પરિવર્તનની માહિતી જિલ્લા કલેકટરશ્રીએ આપી હતી.

અનુસૂચિત સહકારી મંડળીઓને જમીનના હક્કો અપાવવા, અનુસૂચિત જાતિની યોજનાઓનું કચ્છમાં અમલીકરણ, અનુસૂચિત જાતિની જિલ્લામાં વસ્તી અને કલ્યાણકારી કાર્યક્રમો અંગે વિગતવાર જાણકારી જિલ્લા કલેક્ટરશ્રીએ આપી હતી.

સમાજ કલ્યાણની કચ્છ જિલ્લામાં અમલી વિવિધ યોજનાઓ અંગે કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીને નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણશ્રી રોહિત વિનોદે અવગત કરાવ્યા હતા. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે ઓછા વ્યાજદરે આર્થિક સહાય, સમાજ કલ્યાણની હોસ્ટેલ સુવિધા, કસ્તુરબા ગાંધી વિદ્યાલયો, આંતરજ્ઞાતિય લગ્ન સહાય અંગે જાણકારી મેળવીને કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીએ સમાજ કલ્યાણ વિભાગ કચ્છની કામગીરી બિરદાવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સમગ્ર ટીમની કામગીરીની કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી. દિવ્યાંગ અને વૃદ્ધોને સમાજ કલ્યાણની યોજનાઓ અંતર્ગત આવરી લઈને મહત્તમ લાભ આપી તેમના જીવનમાં પરિવર્તન લાવવા કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીએ સૂચના આપી હતી.

કચ્છમાં એટ્રોસિટી એક્ટના અમલીકરણ બાબતે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રીએ પોલીસની કામગીરી અંગે કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીને માહિતીગાર કર્યા હતા. બેઠકના અંતે કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ માટેના વિવિધ મુદ્દાઓની રજૂઆત ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ કરી હતી. કેન્દ્ર અને રાજ્યની અનુસૂચિત જાતિની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પાત્રતા ધરાવતા નાગરિકોને લાભ લેવા કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી રામદાસ આઠવલે એ અનુરોધ કર્યો હતો.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2074098) Visitor Counter : 125