સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે રાજકોટના સેન્ટ પૉલ સ્કૂલના રજત જયંતી વર્ષ પર વિશેષ આવરણ જાહેર કર્યું
શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલાટેલીનું મહત્વનું યોગદાન - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
12 NOV 2024 6:30PM by PIB Ahmedabad
ડાક વિભાગ દ્વારા ડાક ટિકટ સંગ્રહ અથવા ફિલાટેલી ક્ષેત્રમાં અનેક નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય બાળકોમાં સર્જનાત્મકતાના વિકાસની સાથે એ પણ છે કે બાળકો આ ડાક ટિકિટો દ્વારા વિવિધ સમકાલીન વિષયો, ઘટનાઓ, દેશના વ્યક્તિત્વો, જૈવ વિવિધતા વગેરેથી પરિચિત થઈ શકે. શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલાટેલીનું મહત્વનું યોગદાન છે.
રાજકોટ પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સેન્ટ પોલ સ્કૂલના રજત જયંતી વર્ષ નિમિત્તે 12મી નવેમ્બરના રોજ વિશેષ આવરણનું વિમોચન કરતી વખતે ઉપરોક્ત વિચારો વ્યક્ત કર્યા. આ પ્રસંગે રાજકોટ મંડળના પ્રવર અધિક્ષક ડાકઘર શ્રી એસ.કે.બુનકર, સેન્ટ પોલ સ્કૂલના પ્રિન્સીપાલ ફાધર જેમ્સ, સિનિયર પોસ્ટ માસ્તર શ્રી અભિજીત સિંહ અને સેન્ટ મેરી સ્કૂલના પૂર્વ પ્રિન્સીપાલ ફાધર બિનોય પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે, ડાક ટિકિટ અને વિશેષ આવરણ ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. ડાક ટિકિટને નન્હા રાજદૂત કહેવામાં આવે છે, જે વિવિધ દેશોમાં ભ્રમણ કરે છે અને તેમને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને વારસાથી પરિચિત કરાવે છે. દરેક ડાક ટિકિટ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને આજની યુવા પેઢીને આ વાર્તા સાથે જોડવાની જરૂર છે. સેન્ટ પૉલ સ્કૂલ જેવી અનેક સંસ્થાઓ આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ જ શ્રેણીમાં એક નવયુક્ત પહેલ તરીકે ડાક વિભાગ વિવિધ શાળાઓમાં ફિલાટેલી ક્લબ ખોલી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં ડાક ટિકિટ સંગ્રહ કરવાની તેમની રુચિ વિકાસ પામે છે, તેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં પણ ફાયદો થશે. ડાક – ટિકિટ સંગ્રહ (ફિલાટેલી)ને શિક્ષણ પ્રણાલીની મુખ્યધારામાં લાવવા અને પ્રોત્સાહન આપવા માટે ડાક વિભાગ દ્વારા વર્ગ 6 થી 9 સુધીના બાળકો માટે 6000/- રૂપિયાની વાર્ષિક "દીન દયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના" શરૂ કરવામાં આવી છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે ફિલાટેલીને 'કિંગ ઓફ હોબી અને હોબી ઓફ કિંગ' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રસ રાખતાં વિવિધ વિષયો પર ડાક ટિકિટોનું સંગ્રહ કરી શકાય છે. સાથે જ તેમણે જણાવ્યું કે સંચારના બદલતા દોરમાં આજની યુવા પેઢી સોશિયલ મીડિયાને વધુ પ્રાથમિકતા આપી રહી છે, પરંતુ બાળકોને ફિલાટેલી સાથે નક્કી જ જોડાવું જોઈએ, આથી તેમના સામાન્ય જ્ઞાનમાં પણ વધારો થશે.
સેન્ટ પોલ સ્કૂલના પ્રિન્સીપાલ ફાધર જેમ્સે જણાવ્યું કે, સેન્ટ પોલ સ્કૂલ એ એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે જે માત્ર બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ જ નહીં પરંતુ તેમનો સર્વાંગી વિકાસ પણ સુનિશ્ચિત કરે છે. સેન્ટ પોલ સ્કૂલ પર ડાક વિભાગ દ્વારા જારી કરેલા વિશેષ આવરણથી તેની ઓળખને દેશ-વિદેશમાં નવો આયામ મળશે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2072820)
Visitor Counter : 80