રેલવે મંત્રાલય
તહેવારોને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, અમદાવાદથી પણ અનેક ટ્રેન ઉપલબ્ધ
Posted On:
01 NOV 2024 12:12PM by PIB Ahmedabad
છઠ પૂજા સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલવે 7,000 જેટલી સ્પેશિયલ ટ્રેન દોડાવી રહી છે. 31 ઓક્ટોબરના રોજ રેલવેએ 150થી વધુ વિશેષ ટ્રેનો દોડાવી હતી. 1 નવેમ્બર 2024ના રોજ 158 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલવે આ વર્ષે 7,296 સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે, જે ગયા વર્ષની 4,500 સ્પેશિયલ ટ્રેનો કરતા ઘણી વધારે છે.
અમદાવાદથી સ્પેશિયલ ટ્રેન
- 1 નવેમ્બરે સાબરમતી સ્ટેશનથી હરિદ્વારની સ્પેશિયલ ટ્રેન, ટ્રેન નંબર 09425 સાંજે 6-45એ ઉપડશે. જે મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રીંગસ, નીમ સ્ટેશન, નારનૌલ, રેવાડી, ગુરુગ્રામ, દિલ્હી કેન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ સિટી જંકશન, મુઝફ્ફરનગર, રુડકી જશે.
- 1 નવેમ્બરે અમદાવાદ સ્ટેશનથી દરભંગાની સ્પેશિયલ ટ્રેન, ટ્રેન નંબર 09465 રાત્રે 9-25એ ઉપડશે. જે છાયાપુરી, રતલામ, ઉજ્જૈન, ગુના, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, અયોધ્યા કેન્ટ, શાહગંજ, છપરા, મુઝફ્ફરપુર, સમસ્તીપુર જશે.
- 1 નવેમ્બરે અમદાવાદ સ્ટેશનથી આગ્રા કેન્ટની સ્પેશિયલ ટ્રેન, ટ્રેન નંબર 01920 સુપરફાસ્ટ સ્પેશિયલ સાંજે 5-30એ ઉપડશે. જે આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના જંકશન, રુપબાસ, ફતેહપુર સીકરી જશે.
- 1 નવેમ્બરે ગાંધીધામ સ્ટેશનથી ભાગલપુર સ્પેશિયલ ટ્રેન, ટ્રેન નંબર 09451 સાંજે 6-40એ ઉપડશે. જે ભચાઉ, સામખીયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ, નડિયાદ, દાહોદ, રતલામ, ભવાનમંડી,સવાઈ માધોપુર, ગંગાપુર, હિન્ડોન, બયાના, ભરતપુર, મથુરા, હાથરસ, કાસગંજ, ફર્રુખાબાદ, કાનપુર, લખનઉ, ચારબાગ, ગોંડા, બસ્તી, ગોરખપુર, નરકટિયાગંજ, બેતિયા, સુગૌલી, બાપૂધામ મોતિહારી, ચકિયા, મુઝ્ફ્ફરપુર, સમસ્તીપુર, બરૌની, બેગુસરાય, મુંગેર, સુલ્તાનગંજ, ભાગલપુર જશે.
- 1 નવેમ્બર, 2024 રાજકોટ ડિવિઝનમાંથી દોડતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની વિગતો જોઈએ તો, ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની રાજકોટથી 12.50 વાગ્યે સ્પેશિયલ ઉપડશે.
રેલવેએ મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે વિશેષ વ્યવસ્થાઓ પણ લાગુ કરી છે, જેમાં RPF કર્મચારીઓની દેખરેખ હેઠળ ટ્રેનોમાં નિયમિત પ્રવેશનો સમાવેશ થાય છે. આ પગલાનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે મુસાફરો ટિકિટની વધુ માંગ વચ્ચે સમયસર તેમના ગંતવ્ય પર પહોંચે. દેશભરમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે કારણ કે લોકો દેશભરમાં તેમના વતન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2070038)
|