રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

છઠ અને દિવાળીના અવસર પર ભારતીય રેલવે દ્વારા 7,296 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, ગયા વર્ષે 4,500 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી

Posted On: 30 OCT 2024 11:56PM by PIB Ahmedabad

દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલવે 7,000 વધારાની વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. બુધવારે ભારતીય રેલવેએ 164 વિશેષ ટ્રેનો દોડાવી હતી. મંગળવારે 136 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. રેલવેએ આ વર્ષે 7,296 સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે, જે ગયા વર્ષની 4,500 સ્પેશિયલ ટ્રેનો કરતા ઘણી વધારે છે.

રેલવેએ મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે વિશેષ વ્યવસ્થાઓ પણ લાગુ કરી છે, જેમાં RPF કર્મચારીઓની દેખરેખ હેઠળ ટ્રેનોમાં નિયમિત પ્રવેશનો સમાવેશ થાય છે. આ પગલાનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે મુસાફરો ટિકિટની વધુ માંગ વચ્ચે સમયસર તેમના ગંતવ્ય પર પહોંચે. દેશભરમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે કારણ કે લોકો દેશભરમાં તેમના વતન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પૂરતી સંખ્યામાં ટ્રેનો દોડી રહી છે

ભારતમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. દિવાળી અને છઠ પૂજા નજીકમાં જ છે. બે અઠવાડિયા સુધી ઉજવાતા આ બે મહત્વના તહેવારો લાખો લોકો માટે ખુશીઓ તો લાવે છે, પરંતુ પરિવહન ક્ષેત્ર માટે એક મોટો પડકાર પણ રજૂ કરે છે. રેલવે બોર્ડના માહિતી અને પ્રચારના કાર્યકારી નિર્દેશક દિલીપ કુમારે જણાવ્યું હતું કે પૂરતી સંખ્યામાં ટ્રેનો પહેલેથી જ દોડી રહી છે. તેમણે કહ્યું, 'જ્યારે પણ આપણે કોઈ રૂટ પર નોંધપાત્ર ભીડ અથવા માંગમાં વધારો જોઈએ છીએ, ત્યારે અમે તે મુજબ વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરીએ છીએ. ભારતીય રેલવેએ તમામ મુખ્ય સ્ટેશનો પરથી 7,000થી વધુ વધારાની વિશેષ ટ્રેનોની મુસાફરીની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું, 'અમે આ સ્પેશિયલ ટ્રેનોને નવી દિલ્હી, બિહાર, મુંબઈ, વડોદરા, અમદાવાદ, ણં અને સુરત સહિતના ઉચ્ચ માંગવાળા સ્થળોથી ચલાવી રહ્યા છીએ.' કુમારે મુસાફરોને આ વધારાની સેવાઓનો લાભ લેવા અને ટ્રેનમાં ચડતી વખતે અને ઉતરતી વખતે સાવચેતી રાખવા વિનંતી કરી હતી. તેમને સરળ અનુભવ માટે રેલવે અધિકારીઓને સહકાર આપવા જણાવ્યું.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2069859) Visitor Counter : 38