માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

પોસ્ટ વિભાગ, ભારતીય રેલ્વે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના 154 નવી ભરતીઓને નિમણૂક પત્રોનું વિતરણ


વડોદરામાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિ

Posted On: 29 OCT 2024 4:37PM by PIB Ahmedabad

યુવાનો માટે જરૂરી રોજગારીનું સર્જન સર્વોચ્ચ અગ્રતા આપવા માટેની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. દેશના યુવાનો રોજગારી આપવા માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે ત્યારે વર્ષ 2024નો પ્રથમ રોજગારીપત્રો વિતરણ સમારોહ પ્રધાનમંત્રી દ્વારા દેશભરમાં 40 સ્થળો પર યોજવામાં આવ્યો જેમાં 51,000 જેટલા યુવાઓને રોજગારીપત્રો એનાયત કરવામાં આવ્યા. વડોદરામાં પોસ્ટ વિભાગ દ્વારા યોજવામાં આવેલ રોજગારી મેળામાં મુખ્ય અતિથી તરીકે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયા અને અતિથિ વિશેષ તરીકે વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. પોસ્ટ વિભાગ, ભારતીય રેલ્વે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલા 154 નવી ભરતીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.


વડોદરા પોસ્ટલ તાલીમ કેન્દ્રના પદ્મિની સભાગૃહમાં યોજયેલ બીજા તાબક્કાનો વર્ષનો પ્રથમ રોજગાર ભરતી મેળો યોજાયો હતો.જેમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 156 જેટલા યુવાનો યુવતીઓને રોજગારીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશભર માં 40 સ્થળો પર યોજવામાં આવેલ રોજગાર ભરતી મેળાને વિડિઓ કોન્ફરન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવ નિયુક્ત ઉમેદવારોને સંબોધિત કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત કરવા સહિત લોકસેવા માટે સમર્પિત થવા જણાવ્યું હતું. વડોદરા ખાતે યોજયેલ ભરતી મેળામાં રાજ્ય કક્ષાના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને દક્ષિણ વિભાગના પોસ્ટ માસ્ટર જનરલ ડૉ.એસ. શિવરામ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ યુવાનો યુવતીઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું. સરકારી સેવામાં જોડાયેલ યુવાનો યુવતીઓને સરકારની યોજનાઓ ને લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે સમર્પિત ભાવથી કાર્ય કરવા જણાવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પોસ્ટ વિભાગના 126, ભારતીય રેલવેના26 સી.આઈ.એસ.એફ.માં એક અને ..આઈ ના એક મળી કુલ 154 ઉમેદવારોને નિયુક્તિપત્રો આપવામાં આવ્યા.



દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતીઓ ગ્રામીણ ડાક સેવક, કોમર્શિયલ-કમ-ટિકિટ ક્લાર્ક, જુનિયર-ક્લાર્ક-કમ-ટાઈપિસ્ટ, આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર્સ, કોન્સ્ટેબલ સહિતની વિવિધ જગ્યાઓ માટે યુવાનો યુવતીઓ નિયુક્તિપત્રો આપવામાં આવ્યા. નવનિયુક્ત ભરતીઓને કર્મયોગી પ્રરંભ દ્વારા પાયાની તાલીમ લેવાની તક મળશે, જે IGOT કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન ઓરિએન્ટેશન મોડ્યુલ છે.

AP/GP/JD




(Release ID: 2069227) Visitor Counter : 24