માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન- દેહરાદૂનમાં અભ્યાસ કરી ચુકેલા 640 નવા આઈ.એ.એસ અને આઈ.પી.એસ ઓફીસરોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 30 ઓક્ટોબરે આરંભ 6.0 કાર્યક્રમમાં સંબોધન કરશે


સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ તાલીમી ઓફિસરોને વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું

Posted On: 29 OCT 2024 1:53PM by PIB Ahmedabad

લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન દેહરાદૂન(લબાસના)માં અભ્યાસ કરી ચુકેલા 640 જેટલા નવા આઈ.એ.એસ અને આઈ.પી.એસ ઓફીસરના આરંભ 6.0નો નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટસિટી- 2 ખાતે પ્રારંભ થઇ ચુક્યો છે.

આ આરંભ 6.0 અભ્યાસનો વિષય "રોડમેપ ઓફ આત્મનિર્ભર ભારત" છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય દિલ્હીના સચિવ શ્રી સંજય જાજુએ 28 ઓક્ટોબર 2024ના રોજ કુલ 640 જેટલા ટ્રેઈન ઓફિસર્સને માર્ગદર્શન પુરૂ પડ્યું હતું.

સચિવ શ્રી સંજય જાજુએ એક સંવાદમાં જણાવ્યું કે, 99માં ફાઉડેશન કોર્ષની સાથે આત્મનિર્ભર ભારત અને નવ નિયુક્ત ટ્રેઈની ઓફિસર સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને ભારતમાં છેલ્લા 10 વર્ષમાં થયેલી પ્રગતિ અંગે ચર્ચા, આત્મનિર્ભર ભારતના કાર્યક્ષેત્રમાં એન્ટરપ્રાઈઝનો શું રોલ છે. એમાં આગળ વધી દેશની પ્રગતિ કેવી રીતે કરી શકાય તેની વિસ્તૃતમાં ચર્ચા થઈ હતી. દેશની પ્રગતિ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌનો સહકાર મળી રહે તેવો પણ અનુરોધ કર્યો હતો.

આ તાલીમમાં કેન્દ્ર સરકાર દ્વારા 10 વર્ષમાં કરેલા કાર્યો વિશે, MSME સેક્ટરમાં કેવી રીતે કામગીરી કરવી, આત્મનિર્ભર ભારત અને જ્યાં પોસ્ટીંગ મળે તે જગ્યા પર કેવી રીતે કામગીરી કરવી તેના વિશે સંજય જાજુએ નવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.

નર્મદા જિલ્લાના એકતાનગરના ટેન્ટસિટી-2 ખાતે તમામ ટ્રેઈન ઓફિસર્સની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નવ નિયુક્ત અધિકારીશ્રીઓને અલગ અલગ સેક્ટરના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવમાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્વે 30 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આરંભ 6.0 કાર્યક્રમના માધ્યમથી 640 ટ્રેઈની ઓફિસર્સને સંબોધન કરશે. આ ઓફિસર્સ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પણ સહભાગી બનશે.

 

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com




(Release ID: 2069148) Visitor Counter : 26