માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સૌરાષ્ટ્રના 83 ઉમેદવારોને પોસ્ટમાં અને બે ઉમેદવારોને રેલવેમાં નોકરીના નિમણૂક પત્રો એનાયત થયા


"સરકારી નોકરીઓ હવે પારદર્શક સરળ રીતે મળી રહી છે”

"સરકારી સેવા ખરા અર્થમાં પ્રજાના સેવક બનવાનું ઉત્તમ માધ્યમ"

Posted On: 29 OCT 2024 1:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં દેશના વિવિધ 40 સ્થળોએથી 51,000થી વધુ ઉમેદવારોને સરકારના વિવિધ વિભાગો માટે નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. જેમાં રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના હસ્તે સૌરાષ્ટ્રના 83 પોસ્ટ અને બે ઉમેદવારોને રેલવેમાં એમ કુલ 85 ઉમેદવારોને નોકરીના નિમણૂક પત્રો એનાયત કરયા હતા.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલે ધનતેરસના પવિત્ર દિવસે નવનિયુકત ઉમેદવારોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજે દેશના લાખો યુવાનોને રોજગારી - સરકારી નોકરી પારદર્શક રીતે સરળતાથી મળી રહે છે. મેરીટ આધારીત સક્ષમ અને લાયક ઉમેદવારને સરળ પ્રક્રિયા સાથે મેરીટ આધારિત સરકારી નોકરી આપવામાં આવે છે. એક્સટેન્શનની પ્રક્રિયા બંધ કરી તે જગ્યાએ યુવાનોને રોજગારી આપવાની પ્રથા શરૂ કરાઇ છે. યુવાધનને આગળ આવવાની તક આપવામાં આવી રહી છે. જેથી દેશના યુવાનો ઉત્સાહ સાથે કામ કરી શકે છે.

પ્રધાનમંત્રી શ્રી એ સમગ્ર દેશના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યા છે. યુવાનોને આગળ વધવાની ખુબ તક આપી રહ્યા છે. સત્ય માટે જેમ મહાત્મા ગાંધીને યાદ કરીએ છીએ તે રીતે સ્વછતા માટે પ્રધાનમંત્રી મોદીને યાદ કરીએ છીએ. યુવાનોને કોઈ પણ પ્રકારની લાગવગ વગર પોતાના સામર્થ્ય ઉપર નોકરી મળે છે. ત્યારે આપ સૌ સરકારી સેવામાં ખરા અર્થમાં પ્રજાના સેવક બની રહેજો. તેવી ટકોર પણ જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલે કરી હતી.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. પોસ્ટ વિભાગના ડિરેક્ટર નીતા શાહે શાબ્દિક સ્વાગત કર્યું હતું. રોજગાર મેળા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ થયું હતું.  

આ તકે  રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડિયા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો .દર્શિતાબેન શાહ,  પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘારા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, એડિશનલ ડિરેક્ટર ઓફ રેલવે કૌશલકુમાર ચૌબે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com




(Release ID: 2069134) Visitor Counter : 39