માહિતી અને પ્રસારણ મંત્રાલય
વિકસિત ભારત @2047 ચિત્ર પ્રદર્શનની માહિતી લોકો માટે મહત્વની છે: કુલપતિ
કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રદર્શનનું સમાપન
Posted On:
23 OCT 2024 4:42PM by PIB Ahmedabad
કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત @2047 ચિત્ર પ્રદર્શનની આજે કુલપતિ શ્રીએ મુલાકાત લીધી હતી. જેનાં સમાપન સમારોહમાં અહીં રજૂ કરેલી માહિતી લોકોપયોગી હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનનાં સમાપન સમારોહમાં કુલપતિ શ્રી ડૉ કે. એન. ચાવડા ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વિકસિત ભારત માટેની સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી છે. તે ખૂબ લોકોપયોગી છે. યુવાનોએ આવી માહિતીની જાણકારી મેળવી પોતાના તેમજ અન્યને ઉપયોગમાં આવે એ માટે પ્રસાર કરવો જોઈએ.
કાર્યક્રમનાં સમાપન સમારોહમાં પોસ્ટ વિભાગનાં રિંકેશભાઈ ઝરીવાલા, પ્રેમરાજ મીણા અને યુનિવર્સિટી રોજગાર કચેરીનાં ચાંદની દેસાઈને તેમની કામગીરી માટે સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે કુલસચિવ શ્રી ડૉ. આર.સી.ગઢવી, ઉપ કુલસચિવ, પરીક્ષા નિયામક, એન.એસ.એસ. કોર્ડીનેટર સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કુલપતિ શ્રી અને અન્ય અધિકારીઓનું તુલસી રોપ અને પુસ્તક દ્વારા ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ સ્વાગત કર્યું હતુ.
આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોત્તરી સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ મેહુલ ફાઉન્ડેશનનાં કલાકારો દ્વારા મનોરંજન સાથે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રદર્શનને સફળ બનાવવા અમૃતભાઈ સોનેરી અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.
AP/GP/JD
(Release ID: 2067353)
Visitor Counter : 95