સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ડાક વિભાગ દ્વારા 'લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્ત્વ' વિષય પર 'ઢાઈ આખર' રાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન
'ઢાઈ આખર' પત્ર લેખન સ્પર્ધામાં વિજેતાઓને 5 હજારથી 50 હજાર રૂપિયાનું ઇનામ, અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2024 - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
પત્રોની દુનિયા સાથે લોકોનું જોડાણ કરવા માટે ડાક વિભાગની અનોખી પહેલ: રાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા'ઢાઈ આખર'નું આયોજન - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
22 OCT 2024 2:59PM by PIB Ahmedabad
ભારતીય ડાક વિભાગ દ્વારા લોકોને પત્ર લેખન માટે પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તરે પત્ર લેખન સ્પર્ધા 'ઢાઈ આખર'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ સ્પર્ધામાં 'લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ' વિષય પર પ્રતિભાગીઓએ તેમના વિચારોને વ્યક્ત કરતો એક પત્ર લખવાનો રહેશે, જેને મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત પરિમંડલ, અમદાવાદ-380001ને સંબોધિત કરવાનોરહેશે. આ સ્પર્ધામાં પસંદ કરવામાં આવેલા પત્રો માટે પાંચ હજારથી પચાસ હજાર રૂપિયાં સુધીનું પુરસ્કાર આપવામાંઆવશે. આ માટે વિવિધ શાળાઓ અને કોલેજો ડાક વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. આ સ્પર્ધાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2024 છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે આ 'ઢાઈ આખર' પત્ર લેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો ભાગ લઈ શકે છે. પ્રથમ વર્ગ 18 વર્ષ સુધી અને બીજો વર્ગ 18 વર્ષથી વધુ વયના લોકો માટે હશે. પત્ર ડાક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ આંતરદેશીય પત્ર અથવા પરબિડીયામાં જ માન્ય હશે, જેમાં અનુક્રમે 500 અને 1,000 શબ્દોમાં અંગ્રેજી, હિન્દી અથવા સ્થાનિક ભાષામાં હાથથી પત્ર લખી શકાય છે. પત્રમાં તમારું પૂર્ણ નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને શાળાના નામ સાથે સંબંધિત પરિમંડલના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલના સરનામે 14 ડિસેમ્બર, 2024 સુધી મોકલવાનું રહેશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ 4 શ્રેણીઓમાં ત્રણ-ત્રણ પુરસ્કાર આપવામાં આવશે. તેમાં પરિમંડલ (રાજ્ય) સ્તરે પસંદ કરવામાં આવેલા શ્રેષ્ઠ પત્રોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં અનુક્રમે 25 હજાર, 10 હજાર અને 5 હજાર રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવેલા શ્રેષ્ઠ પત્રોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં અનુક્રમે 50 હજાર, 25 હજાર અને 10 હજાર રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. કુલ મળીને સમગ્ર દેશમાં 40 લાખ 20 હજાર રૂપિયાનાં પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવશે. આ સંબંધમાં વધુ માહિતી માટે વિવિધ પરિમંડલોના અધીક્ષકો અને મુખ્ય ડાકઘરના પોસ્ટમાસ્ટર સાથે સંપર્ક કરી શકાય છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે આજની ઝડપભરી દુનિયામાં, જ્યાં સંચાર વિશાળ પ્રમાણમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પરિવર્તિત થઈ ગયો છે, ત્યાં પત્ર લખવાની કળા હજુ પણ જીવંત છે. પત્રો આપણા હદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે તેઓ સાથે જૂની યાદોને, ઘનિષ્ઠતા અને વ્યકિતગત ભાવનાનો અનુભવ લાવે છે, જે ટેક્સ્ટ સંદેશા અથવા ઈમેલમાં મળતો નથી. આમ, 'ઢાઈ આખર' અભિયાન માત્ર પત્ર લખવાની કળાની ઉજવણી નથી, પરંતુ દેશભરમાંના લોકો માટે તેમના વિચારો, લાગણીઓ અને વિચારોને એક અર્થપૂર્ણ અને દિલથી વ્યક્ત કરવાનો અવસર પણ આપે છે.
AP/GP/JD
(Release ID: 2067014)
Visitor Counter : 87