માહિતી અને પ્રસારણ મંત્રાલય
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન
વિકસિત ભારત @2047 વિષય અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે જાણકારી આપતા મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન કુલસચિવ ડો.રોહિત દેસાઈ દ્વારા કરવામાં આવ્યું
Posted On:
21 OCT 2024 4:43PM by PIB Ahmedabad
ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહ્વાન પર દેશના જન - જનના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ અભિયાનોની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતા કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા આયોજિત આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ વધુમાં વધુ નિહાળી છેવાડાના માનવી સુધી આ સરકારી યોજનાની માહિતી પહોંચાડે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુરના અધિકારી શ્રી જેડી ચૌધરીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત @2047 અંતર્ગત આયોજિત આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં એક સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવા તેમજ લોકજાગૃતિ વધે તેમજ એ માટે પ્રદર્શન સાથે અસરકારક માધ્યમો, મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા 21 અને 22 તારીખ સુધી પાટણ યુનિવર્સિટી ખાતે ચાલનાર આ મલ્ટીમીડિયા પ્રદર્શન માં વિકસિત ભારત@2047ના મહત્વકાંક્ષી સંકલ્પો સાથે મોદી સરકારના સફળ 100 દિવસો, સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, યોગ ઉત્સવ, ડિજિટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા તેમજ ભારત સરકારની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમો, મલ્ટિમિડીયા પ્રવૃતિઓનું આયોજન એન.એસ.એસ વિભાગ તેમજ જર્નાલિઝમ મને માસ કમ્યુનિકેશન વિભાગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સહયોગથી કરવામાં આવ્યું છે.
વધુમાં કાર્યક્રમમાં આમંત્રિત પીએચડી સ્કોલર વિદ્યાર્થીઓને માહિતી આપવા માટે યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા "ભારત સરકારની લોક કલ્યાણકારી યોજનાઓમાં સંશોધનનું મહત્વ" આ વિષય અંતર્ગત ડોક્ટર કે.કે પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભારત સરકારના મહત્વકાંક્ષી અભિયાનો જેવા કે જન ધન યોજના, સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા જેવી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓમાં પી.એચ.ડીના સ્કોલર વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન કરી તેમાં નવા પરિણામો મેળવી શકાય એવી પણ શક્યતા રહેલી છે આ માટે પીએચડી સ્કોલરના આ સંવાદ સત્રમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા, આ ઉપરાંત વિધાર્થીઓ સાથે પ્રશ્નમંચ સ્પર્ધા કરી તેમને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. જેનાથી કાર્યક્રમની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે.
આ ઉપરાંત ગાંધીનગરની વિશ્વ ફલક પર સ્વચ્છતા માટે ખૂબ જાણીતી સંસ્થા "પર્યાવરણ સ્વચ્છતા સંસ્થાન"ના માસ્ટર ટ્રેનર શ્રી દેવેન્દ્ર પારેખ દ્વારા સ્વચ્છતા સંબંધિત જાણકારી ટેલીફિલ્મ તેમજ મનોરંજક વકતવ્ય દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલ સચિવ ડો. રોહિત દેસાઈએ પોતાના પ્રાસંગિક ઉદબોદનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશ વિશ્વ ફલક ઉપર પોતાનું નેતૃત્વ સાબિત કરી રહ્યું છે ત્યારે આવા લોક કલ્યાણકારી જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા આપણે વ્યક્તિગત રીતે આ સંદેશ ભારત દેશના તમામ ગામડાઓના છેવાડાના નાગરિક સુધી પહોંચાડી આપણી ફરજ પૂરી કરીએ, સરકાર જ્યારે દેશના નાગરિક પ્રથમના અભિગમ સાથે કામ કરી રહી છે ત્યારે આપણે નાગરિકે પણ રાષ્ટ્રને પ્રથમ ગણી પોતાનું યોગદાન આપવું જરૂરી છે.
સેલ્ફી પોઇન્ટ તથા જાણકારી ચિત્ર પ્રદર્શન સાથે વિવિધ ટેલીફિલ્મો તેમજ સ્વચ્છતા પ્રતિજ્ઞા જેવી પ્રવૃત્તિઓનું આયોજન પણ કાર્યક્રમમાં કરવામાં આવ્યું, સરકારશ્રીની તમામ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી મનોરંજક શૈલીમાં પૂરી પાડવા માટે શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવારની ટીમ દ્વારા સુંદર નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ મલ્ટિમિડીયા પ્રદર્શનના પૂર્વ પ્રચાર કાર્યક્રમોમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેકટ વિભાગ, જનરલિઝમ અને માસ કોમ્યુનિકેશન વિભાગ કેમિસ્ટ્રી વિભાગ તેમજ પાટણ સ્થિત બી ડી એસ આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અન્ય પ્રવૃતિઓનું આયોજન હાથ ધરાયું હતું. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
પાટણ યુનિવર્સિટી ખાતે ચાલનાર આ કાર્યક્રમમાં આગામી દિવસોમાં પણ સ્વચ્છ ભારત તેમજ વિકસિતભારત@2047 અંતર્ગત વિવિધ પ્રવુતિઓ આયોજન કરવામાં આવશે, તેમજ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવશે.
કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આયોજિત આ ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામમાં વિશેષ અતિથિ શ્રી મહેન્દ્ર કપૂર, સંગઠન મંત્રી અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત શ્રી ભીખાભાઈ પટેલ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ, એનએસએસ કોઓર્ડીનેટર શ્રી કમલેશ ઠક્કર, જર્નાલિઝમ વિભાગમાંથી સહાયક પ્રોફેસર શ્રી ભરતભાઈ ચૌધરી યુનિવર્સિટીના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
AP/GP/JD
(Release ID: 2066708)
Visitor Counter : 52