માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્ર સરકારનાં વિકસિત ભારત @2047નાં સંકલ્પને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન યોજાશે
કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે પ્રદર્શનનું આયોજન
તા.22 અને 23 ઓક્ટોબર દરમિયાન લોકો પ્રદર્શનને નિ:શુલ્ક નિહાળી શકશે
Posted On:
21 OCT 2024 4:34PM by PIB Ahmedabad
કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત @2047 વિષય પર ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 22 અને 23 ઓક્ટોબર દરમિયાન તમામ લોકો પ્રદર્શનને નિઃશુલ્ક જોઈ શકશે.
ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન તા. 22 ઓક્ટોબર સવારે 10:30 વાગે કુલપતિ શ્રી ડૉ કે. એન. ચાવડા અને કુલસચિવ શ્રી ડૉ આર. ડી. ગઢવી દ્વારા કરવામાં આવશે.
આ પ્રદર્શનમાં કેંદ્ર સરકારનાં વિકસિત ભારત @2047નાં સંકલ્પને પૂર્ણ કરવા માટે લાગુ કરેલી લોકકલ્યાણની વિવિધ યોજનાઓ, વિવિધ ક્ષેત્રોનું પ્રદાન અને અન્ય માહિતી રજૂ કરવામાં આવશે. સાથે જ રોજગાર વિનિમય કચેરી અને પોસ્ટ વિભાગ દ્વારા મુલાકાતીઓને તેમની કામગીરીની માહિતી આપવામાં આવશે.
આ પ્રદર્શન તા.22 નાં સવારે 11થી 6 તેમજ તા. 23 નાં સવારે 10 થી સાંજે 6 સુધી નાગરિકો માટે નિ: શુલ્ક ખુલ્લું રહેશે. આ પ્રદર્શન વધુમાં વધુ લોકો, યુવાનો નિહાળે અને સરકાર દ્વારા ચાલતી યોજનાઓની જાણકારી મેળવે તેવી અપીલ ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ કરી છે.
AP/GP/JD
(Release ID: 2066706)
Visitor Counter : 59