ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા માનક મહોત્સવની ઉજવણી
Posted On:
14 OCT 2024 9:32PM by PIB Ahmedabad
ભારતીય માનક બ્યુરો દ્વારા દર વર્ષની જેમ માનક મહોત્સવની ઉજવણી કરાઈ હતી. વિશ્વ માનક દિવસ 2024ની ઉજવણી માનકીકરણમાં વિશ્વભરમાં સંકળાયેલા હજારો નિષ્ણાતોના સહયોગી પ્રયાસોને સ્વીકારવા અને ભવિષ્યના માર્ગ પર વિચાર કરવા માટે કરી હતી.
માનક મહોત્સવની બે સપ્તાહ લાંબી ઉજવણી (1થી 14 ઓક્ટોબર)ના ભાગ રૂપે, ક્વોલિટી રન/વોક, કન્ઝ્યુમર અને જ્વેલર્સ જાગૃતિ પ્રોગ્રામ, સ્ટાન્ડર્ડ કાર્નિવલ, સ્ટેકહોલ્ડર્સ કોન્ક્લેવ, સ્ટાન્ડર્ડ ક્લબ પ્રવૃત્તિઓ, નુક્કડ નાટક, આરડબ્લ્યુએ પ્રોગ્રામ્સ, ગુણવત્તા અભિયાનના પગલાં, અને ગ્રામ પંચાયત સેન્સિટાઇઝેશનનું આયોજન " અવર શેર્ડ વિઝન ફોર એ બેટર વર્લ્ડ " થીમ પર કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓનો હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં આવેલા 17 ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs)ના અમલીકરણમાં BIS દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રયાસો વિશે જાગૃતિ વધારવાનો છે. ઉપરોક્ત 17 SDGને ધ્યાનમાં રાખીને તાજેતરના ભારતીય માનકો ઘડવામાં આવ્યા છે.
ઑક્ટોબર 14, 2024ના રોજ, ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા ઇમ્પેરિયા હોલ, ધ ફોરમ, વિન્ધ્મ હોટેલ, અમદાવાદ ખાતે “સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ – અવર શેર્ડ વિઝન ફોર એ બેટર વર્લ્ડ” થીમ સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં 200થી વધુ જેટલા સહ્ભાગીઓએ હાજરી આપી હતી.
શ્રી સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખે કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવો અને સહભાગીઓનું સ્વાગત કર્યું. તેમણે 1-14 ઓક્ટોબર 2024 દરમિયાન વિશ્વ માનક દિવસ 2024 દરમિયાન BIS અમદાવાદ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
તેમણે આપણા જીવનમાં માનકો અને માનકીકરણની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે એ પણ માહિતી આપી હતી કે ભારત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 2030 સુધીમાં ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે ઉત્સુક છે. 2047માં વિકસિત દેશ બનવાના લક્ષ્યને હાંસલ કરવા માટે BIS એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે બધાને ગુણવત્તાની પ્રતિજ્ઞા પણ આપી હતી.
આ પ્રસંગના મુખ્ય મહેમાન શ્રી પી કે ઝા, ઝોનલ જનરલ મેનેજરએ 1947માં BISની શરૂઆતથી તેનાં યોગદાનની પ્રશંસા કરી અને આપણા રોજિંદા જીવનમાં માનકોની ભૂમિકા પર ભાર મૂક્યો.
ડૉ. અનિંદિતા મહેતા, સીઓઓ, CERCએ સસ્ટેનેબીલીટી પર ગ્રાહકના દૃષ્ટિકોણ પર ભાર મૂક્યો અને માનકો દ્વારા સસ્ટેનેબીલીટી સુનિશ્ચિત કરવામાં BISની ભૂમિકા ભજવવા બદલ અભિનંદન આપ્યા.
શ્રી શ્રીનિવાસ રાવ, CEO, GUJSEC એ સ્ટાર્ટઅપ્સ અને નવીન સેગમેન્ટ્સ માટેના માનકોના મહત્વ પર ભાર મૂક્યો અને સ્ટાર્ટઅપ્સને તેમની અનુપાલનની ચિંતાઓને દૂર કરવા માટે BISની પ્રશંસા કરી.
શ્રી રાહુલ પુષ્કર, સંયુક્ત નિદેશકએ, આઇએસઓ પ્રમુખ, INC પ્રમુખ અને ITU સેક્રેટરી-જનરલ દ્વારા વિશ્વ માનક દિવસનો સંયુક્ત સંદેશ પણ વાંચ્યો.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટીના ડાયરેક્ટર શ્રી સુધાંશુ જાંગીરએ ઉદ્યોગ તેમજ આપણા રોજિંદા જીવનમાં સસ્ટેનેબીલીટીના મહત્વ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
શ્રી નેહિત વસાવડા, ડેપ્યુટી જનરલ મેનેજર, Amul fed ડેરીએ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે Amul fed દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું..
શ્રી બિશ્વજિત અધિકારી, વરિષ્ઠ વીપી, ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC) એ GUSEC દ્વારા નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
શ્રી પ્રણવ ગુપ્તા અને શ્રીમતી રેણુકા પોખર્ણા, ઈન્ડિયા રિસાઈકલના સ્થાપકોએ ઈ-વેસ્ટ અને બાયો-વેસ્ટ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
સુજલામ સસ્ટેનેબિલિટી એલએલપીના સ્થાપક શ્રી સેતુ શાહે તેમના સ્ટોરેજ ટાંકી દ્વારા વરસાદી પાણીને ફરીથી ભરવા અને પાણીનો બગાડ ઘટાડવા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
ડૉ. શશિકાંત જોષી, પ્રોફેસર, નિરમા યુનિવર્સિટીએ BIS સાથે એમઓયુ હેઠળ તેમના દ્વારા લેવાયેલી સસ્ટેનેબીલીટી અને પહેલો પર ટેકનિકલ પ્રેઝન્ટેશન આપ્યું હતું.
શ્રી પી કે સોલંકી, સહાયક નિદેશક , MSME વિકાસ કાર્યાલય ,અમદાવાદ એ MSME ઉદ્યોગોને અપગ્રેડ કરવામાં BISની ભૂમિકા વિશે પ્રેઝન્ટેશન આપ્યું અને MSME મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે પણ ઉદ્યોગને માહિતી આપી.
ઇવેન્ટ દરમિયાન, BISના મહત્વના હિતધારકો માટે એક સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો.
BIS અમદાવાદ દ્વારા માનવસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માનવસંવાદ ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન શ્રી અમિત કુમાર, સંયુક્ત નિદેશક, શ્રી વિપિન ભાસ્કર, સંયુક્ત નિદેશક અને અજય ચંદેલ,ઉપનિદેશક દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું.
ટૂંકા પ્રશ્નોત્તરી સત્ર પછી શ્રી ઈશાન ત્રિવેદી, સંયુક્ત નિદેશક, BIS, અમદાવાદ દ્વારા આભાર માનીને કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2064927)
Visitor Counter : 70