ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક મહોત્સવના ભાગરૂપે પાલનપુર ખાતે ભારતીય માનક બ્યુરો દ્વારા સ્ટેકહોલ્ડર કોન્કલેવનું આયોજન કરાયું
Posted On:
06 OCT 2024 6:36PM by PIB Ahmedabad
ભારતીય માનક બ્યુરો (BIS)એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
ભારતીય માનક બ્યુરો (BIS) અમદાવાદ દ્વારા માનક મહોત્સવના ભાગરૂપે, 5મી ઓક્ટોબર 2024ના રોજ પાલનપુર, જિલ્લા બનાસકાંઠા ખાતે સ્ટેકહોલ્ડર્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટલ માધવી એરોમા સર્કલ પાલનપુર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના 150 પ્રતિભાગીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમની અધ્યક્ષતા પાલનપુરના ધારાસભ્ય(MLA) શ્રી અનિકેત ઠાકર અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વીસી અને જીઆઈડીસીના ચેરમેન શ્રી ગીરીશભાઈ જગાણીયા દ્વારા કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય કરીને અને માનક ગીતનું પ્રસારણ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
BISના નિદેશક અને પ્રમુખ શ્રી સુમિત સેંગર અને અમદાવાદ બ્રાન્ચ ઓફિસે મહેમાનનું સ્વાગત કર્યું અને માનકીકરણ અને ગુણવત્તાના મહત્વ વિશે ટૂંકમાં માહિતી આપી.
શ્રી અનિકેત ઠાકરે માનકીકરણ અને ગુણવત્તા સભાન વાતાવરણના લક્ષ્યો સુધી પહોંચવામાં BISના મહત્વ પર પ્રકાશ પાડયો. તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં BISની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. તમામ સહભાગીઓએ ગુણવત્તાની પ્રતિજ્ઞા લીધી હતી.
કાર્યક્રમ બાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને માનક ગીતનું ગાન કરવામાં આવ્યું હતું.
BIS અમદાવાદના સંયુક્ત નિદેશક શ્રી વિપિન ભાસ્કરે BISની પ્રવૃત્તિઓ અને માનકીકરણ અને ગુણવત્તા સભાન વાતાવરણ નિર્માણમાં તેની ભૂમિકા વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. સત્ર પછી ડ્યુક પાઇપ ઇન્ડસ્ટ્રી, બાલારામ સિમેન્ટ અને બનાસ ડેરી તરફથી ટેકનિકલ લેક્ચર આપવામાં આવ્યું હતું. સંયુક્ત નિદેશક શ્રી રાહુલ પુષ્કરેસૌનો આભાર માન્યો હતો.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2062703)
Visitor Counter : 51