સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
7 થી 11 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન, વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે: પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
રાષ્ટ્રના સામાજિક અને આર્થિક વિકાસમાં ભારતીય પોસ્ટ વિભાગની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન થશે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
9 ઓક્ટોબર વિશ્વ ડાક દિવસ: 'સંચારને સક્ષમ બનાવવાના અને રાષ્ટ્રોના લોકોને સશક્ત બનાવવાના 150 વર્ષ' ની થીમ સાથે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન 150 મી વર્ષગાંઠ મનાવશે
Posted On:
06 OCT 2024 3:26PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય ડાક સપ્તાહ 7 થી 11 ઓક્ટોબર સુધી મનાવવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન, ડાક સેવાઓની સેવાઓમાં થયેલ નવીનતાની જાગૃતિ વધારવા અને ગ્રાહક આધારનો વિસ્તાર કરવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવએ જણાવ્યું કે આ વર્ષે રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ભારતીય ડાકની ઉભરતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. નાણાકીય સશક્તિકરણ સાથે ખાસ કરીને બાળ સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને ડાક અને પાર્સલ સેવાઓ જેવી કે ડાકઘર નિર્યાત કેન્દ્ર અને ઑન-ધ-સ્પોટ આધાર અપડેટ જેવી સેવાઓ સાથે આદિવાસી, દુર્ગમ, પર્વતીય, અનાદૃત અને બૅંકિંગ સેવાઓથી વિમુખ વિસ્તારો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ડાક સપ્તાહ દરમિયાન, દરરોજ ખાસ એક ઉત્પાદન અથવા સેવાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 7 ઓક્ટોબર ડાક અને પાર્સલ દિવસ તરીકે, 8 ઓક્ટોબર ફિલાટેલી દિવસ તરીકે, 9 ઓક્ટોબર વિશ્વ ડાક દિવસ તરીકે, 10 ઓક્ટોબરનો અંત્યોદય દિવસ તરીકે અને 11 ઓક્ટોબર નાણાકીય સશક્તિકરણ દિવસ તરીકે મનાવવામાં આવશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે 'વિશ્વ ડાક દિવસ' નો હેતુ વિશ્વભરના લોકોના દૈનિક જીવન, વેપાર અને સામાજિક અને આર્થિક વિકાસમાં ડાક સેવાઓની ભૂમિકા વિશે જાગૃતિ વધારવાનો છે. 'એક વિશ્વ-એક ડાક પ્રણાલી'ની સંકલ્પનાને સાકાર કરવા માટે 9 ઓક્ટોબર, 1874 ના રોજ 'યુનિવર્સલ પોસ્ટલ યુનિયન' ની સ્થાપના બર્ન, સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી હતી, જેથી વિશ્વભરમાં એકસમાન ડાક વ્યવસ્થા અમલમાં આવી શકે. ભારત પ્રથમ એશિયન દેશ હતો, જે 1 જુલાઈ 1876 ના રોજ સભ્ય બન્યો. બાદમાં વર્ષ 1969 માં ટોકિયો, જાપાનમાં યોજાયેલી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસમાં સ્થાપના દિવસ 9 ઓક્ટોબરને 'વિશ્વ ડાક દિવસ' તરીકે મનાવવા માટે ઘોષિત કરવામાં આવ્યો. વર્ષ 2024 માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુપીયુ) દ્વારા તેની 150 મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી છે, તેથી આ વર્ષની થીમ 'સંચારને સક્ષમ બનાવવા અને રાષ્ટ્રોના લોકોને સશક્ત બનાવવા માટેના 150 વર્ષ' છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક સપ્તાહ દરમિયાન ડાક સેવાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર અને ગ્રાહક સેવા વિસ્તરણ પર ભાર મૂકવામાં આવશે. સાથે જ ડાક સેવાઓની કાર્યપદ્ધતિને સમજવા માટે શાળાના બાળકો દ્વારા પોસ્ટ ઓફીસની મુલાકાત, ક્વિઝ, સ્ટેમ્પ ડિઝાઇન, ઢાઈ આખર પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. મેલ અને પાર્સલ કસ્ટમર્સ મીટ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, આધાર કેમ્પ, નાણાકીય સાક્ષરતા અભિયાન, બચત સેવાઓ, ડાક જીવન વિમા, સુકન્યા સમૃદ્ધિ યોજના અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ઉત્પાદનો વગેરેને લઈને દરેક જિલ્લામાં નાણાકીય સશક્તિકરણ મેળા અને ડાક ચોપાલનું આયોજન કરવામાં આવશે.
AP/GP/JD
(Release ID: 2062638)
Visitor Counter : 100