ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

માનક મહોત્સવના ભાગરૂપે વિશ્વ માનક દિવસના અવસરે ભારતીય માનક બ્યુરો,અમદાવાદ દ્વારા લકુલીશ યોગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન

Posted On: 04 OCT 2024 7:10PM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (BIS)એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે. જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

BIS અમદાવાદ દ્વારા લકુલીશ યોગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇવેન્ટ દરમિયાન શ્રી અજય ચંદેલ, વૈજ્ઞાનિક સી/ ઉપનિદેશક, BISની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી, યોગ ક્ષેત્રે માનકોની ભૂમિકા, BISની ઓનલાઈન પ્રવૃત્તિઓ, BIS વેબસાઇટ અને BIS કેર એપ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. વધુમાં, વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 50થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મેજર શિલ્પા યુધિષ્ઠિર, રજીસ્ટ્રાર, લકુલીશ યોગ યુનિવર્સિટીએ મૂલ્યવાન સૂચનો આપ્યા હતા અને ડો. શ્રદ્ધા રઘુવંશીએ તમામ વિદ્યાર્થીઓનો સક્રિય ભાગ લેવા બદલ આભાર માન્યો હતો.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2062555) Visitor Counter : 17