યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાનાં હસ્તે પોરબંદર જિલ્લાના ખાગેશ્રી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ


પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં પરિસરમાં કેન્દ્રીય મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ

Posted On: 02 OCT 2024 9:43PM by PIB Ahmedabad

પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાના હસ્તે પોરબંદર જિલ્લાના કુતિયાણાના તાલુકાનાં ખાગેશ્રી ગામ ખાતે રૂ.1 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.કે, છેવાડાના ગામો સુધી પાણી, રોડ આરોગ્ય સહિતની સુવિધાઓ પહોંચી રહી છે. અને ગામડાઓ હવે સમૃદ્ધિનાં માર્ગ તરફ આગળ વધી રહ્યાં છે. વધુમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર વિકાસલક્ષી કાર્યોથી લોકોની સુખાકારી વધે તે દિશામાં કાર્ય કરી રહી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નવાં બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 455.43 સ્ક્વેર મીટર બિલ્ટ અપ એરિયા છે. આ બિલ્ડિંગમાં મેડીકલ ઓફિસર રૂમ,ડોક્ટર આયુષ રૂમ,ડ્રેસિંગ રૂમ, લેબોરેટરી, મમતા કલીનીક,મેલ વોર્ડ, ફીમેલ વોર્ડ, રૂમ, લેબર રૂમ, પ્રી. ઓપરેસન રૂમ, માઈનોર ઓ.ટી, હેન્ડીકેપ ટોઇલેટ, ઓફીસ કમ સ્ટોર,  ડિસ્પેસ્પેન્સિંગ રૂમ, ડ્રેસિંગ કમ ઈન્જેકસન રૂમ, ટોઇલેટ બ્લોક અને રેમ્પ, પાર્કિંગ વગેરેથી સુવિધાઓથી અધતન બિલ્ડીંગ રૂ.1 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર લોકાર્પણ કર્યું હતું અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બી. પી. કરમટાએ કેન્દ્રીય મંત્રીશ્રીને નવનિર્મિત બિલ્ડીંગ અને આરોગ્યની સેવાઓ વિશે માહિતગાર કર્યા હતાં અને એક પેડ મા કે નામ અભિયાન અંતગર્ત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ખાગેશ્રીનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં હેઠળ  8 પેટા આરોગ્ય કેન્દ્ર સમાવેશ થાય છે.કેન્દ્ર હેઠળ કુલ ગામો - 15 ગામોની 29294 જેટલા નાગરિકોને  નવા બિલ્ડીંગ કાર્યરત થતાં નાગરીકોને આરોગ્ય વિષયક સેવાઓનો લાભ  મેળવવામાં સરળતા રહેશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબત પરમાર, પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. બી. ઠક્કર, કુતિયાણા પ્રાંત અધિકારી શ્રી પારસ વાંદા સહિતના અગ્રણીશ્રીઓ, સભ્યશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

AP/GP/JD


(Release ID: 2061294) Visitor Counter : 51