શહેરી વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

સ્વચ્છ ભારત દિવસઃ મહાત્મા ગાંધીજીને જન્મ જયંતીએ શ્રદ્ધાંજલિ

Posted On: 01 OCT 2024 5:16PM by PIB Ahmedabad

ભારત સરકારશ્રી દ્વારા 2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે દિવસનેસ્વચ્છ ભારત દિવસતરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા. 17 સપ્ટેમ્બર, 2024થી તા. 31 ઓક્ટોબર, 2024 સુધીસ્વચ્છતા હી સેવા-2024” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.થીમ આધારિત વોટર બોડીઝ અને નદી નાળાની સાફ સફાઈમાં કુલ ,૩૯,૬૫૭ થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ 777287 કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં 10862 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી 9232 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે. રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 1930 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.

રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ 1971 મુખ્ય રસ્તાઓ, 757 માર્કેટ વિસ્તાર, 3495 કોમર્શીયલ વિસ્તાર, 5504 રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 982 બ્લેક સ્પોટની  સાફ સફાઈ હાથ ધરવામાં આવી. રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 286  રેડ સ્પોટ(પાનની પિચકારી) 234 યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી. વધુમાં, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ 2382કમ્યુનીટી/ જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી. રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ 2382 વેસ્ટ ટુ આર્ટ એક્ષીબિશનનું આયોજન કરવામાં આવ્યું.

રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ 60થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.

AP/GP/JD


(Release ID: 2060729) Visitor Counter : 63