ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
માનક મહોત્સવના ભાગરૂપે વિશ્વ માનક દિવસના અવસરે ભારતીય માનક બ્યુરો,અમદાવાદ દ્વારા વિદ્યુત નિરીક્ષક કચેરી, ગુજરાત રાજ્યના અધિકારીઓ માટે સંવેદીકરણ કાર્યક્રમ અને માનક મંથનનું આયોજન
Posted On:
27 SEP 2024 6:16PM by PIB Ahmedabad
ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
BIS અમદાવાદ દ્વારા 26મી સપ્ટેમ્બર 2024ના રોજ G.E.B કોલોની કોન્ફરન્સ હોલ, થર્મલ પાવર સ્ટેશન, ગાંધીનગર ખાતે વિદ્યુત નિરીક્ષક કચેરી, ગુજરાત રાજ્ય ના અધિકારીઓ માટે સંવેદીકરણ કાર્યક્રમ અને ડ્રાફ્ટ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IS 694 “પીવીસી કેબલ” પર માનકમંથનનું મુખ્ય વિદ્યુત નિરીક્ષકની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું. કેબલ ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતા 50 થી વધુ સહભાગીઓ, વિદ્યુત નિરીક્ષક કચેરીના અધિકારીઓ અને ગુણવત્તાવાળા વ્યક્તિઓએ એ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિસાદ/સૂચનો આપ્યા હતા. માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો અથવા વ્યાપક પરિભ્રમણ હેઠળના માનકો પર ચર્ચા કરવા માટે, દર મહિને BIS દ્વારા આયોજિત કરવામાં આવતો એક કાર્યક્રમ છે. વધુમાં, BIS નિયમિતપણે વિવિધ વિભાગોના જિલ્લા અને રાજ્ય અધિકારીઓ માટે સંવેદીકરણ કાર્યક્રમોનું આયોજન કરે છે.
ડ્રાફ્ટ IS 694 PVC કેબલ્સ માટેની તકનીકી આવશ્યકતાઓને સ્પષ્ટ કરે છે, જે લગભગ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતું ખૂબ જ સામાન્ય ઉત્પાદન છે.
સલામતી, ગુણવત્તા અને ટકાઉ વિકાસને સંબંધિત ક્ષેત્રોમાં નવીનતમ વિકાસને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ ઘડવામાં આવ્યા છે. ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ વિવિધ પ્રકારના પીવીસી કેબલ્સની કામગીરીની લાક્ષણિકતાઓને સંબોધે છે.
શ્રી સુમિત સેંગર, BIS, અમદાવાદ ના નિદેશક અને પ્રમુખ એ તેમની સક્રિય ભાગીદારી અને મૂલ્યવાન સૂચનો માટે તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો . તેમણે માહિતી આપી હતી કે આવા સૂચનો આપણા ભારતીય માનકોને વધુ મજબૂત બનાવે છે, જે અંતિમ વપરાશકર્તા અને હિસ્સેદારો બંનેને મદદરૂપ છે. માનકમાં જરૂરી ફેરફારોને સામેલ કરવા માટે BISની ટેકનિકલ કમિટી સાથે સંપર્ક કરવા માટે અને માનકો પરની ટિપ્પણીઓ, અમને અમારા ઈમેલ આઈડી : ahbo@bis.gov.in પર મોકલી શકાય છે.
AP/GP/JD
(Release ID: 2059592)
Visitor Counter : 57