કાપડ મંત્રાલય
કપાસ ખેડૂતોને અપીલ
Posted On:
25 SEP 2024 6:24PM by PIB Ahmedabad
ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દેશમાં કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીની કામગીરી કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી છે. કપાસની સીઝન 2024-25 (1લી ઓક્ટોબર 2024થી શરૂ થશે) માટે કપાસના લઘુતમ ટેકાના ભાવ પહેલેથી જ ટેક્સટાઇલ કમિશનરની ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
કપાસ પકવતા ખેડૂતો 1લી ઓક્ટોબર, 2024થી ટેકાના ભાવ (MSP) પર તેમનો કપાસ વેચી શકે તે માટે, CCIએ કપાસના ખેડૂતોની નોંધણી પહેલાથી જ શરૂ કરી દીધી છે. નોંધણી માટે, ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. નજીકના ખરીદ કેન્દ્રની સંપર્ક વિગતો માટે, ખેડૂતો મોબાઇલ પર "કોટ-એલી"(Cott-Ally) એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અથવા CCI વેબસાઇટ www.cotcorp.org.inની મુલાકાત લઈ શકે છે.
અન્ય કોઈપણ સહાય માટે, ખેડૂતો શાખા કચેરી અમદાવાદ નો સંપર્ક કરી શકે છે.
AP/GP/JD
(Release ID: 2058725)
Visitor Counter : 52