યુવા બાબતો અને રમત મંત્રાલય
53મી KVS રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા 2024: સ્પર્ધાનું શીખવાના સંકલ્પ સાથે સમાપન
Posted On:
23 SEP 2024 4:19PM by PIB Ahmedabad
કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના અમદાવાદ વિભાગના મીડિયા કમિટી ઇન્ચાર્જ શ્રી દેવેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે 53મી KVS રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા 2024 શીખવાના સંકલ્પ સાથે સમાપ્ત થઈ.
તેમણે કહ્યું કે તમામ સ્થળોએ વિજેતા ખેલાડીઓને મેડલ, પ્રમાણપત્રો અને ટ્રોફી આપવામાં આવી હતી.
અગાઉ સ્પર્ધાના અંતિમ દિવસે રમાયેલી ફાઈનલ મેચોના પરિણામો નીચે મુજબ હતા.
પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નં. 1, શાહીબાગ, અમદાવાદ ખાતે આયોજિત ખો-ખો અંડર-17 (બોયઝ કેટેગરી) સ્પર્ધામાં ગઈકાલે રમાયેલી રોમાંચક ફાઈનલ મેચમાં બેંગલુરુ વિભાગની ટીમ ભુવનેશ્વર વિભાગની ટીમને 25-24 થી હરાવી વિજેતા બની હતી.
ફાઈનલ મેચમાં બંને ટીમોએ એકબીજાને જોરદાર ટક્કર આપી હતી. બંને ટીમો વચ્ચે બે ટાઈ બ્રેકર હતા અને ત્રીજી વખતના બ્રેકમાં બેંગલુરુ વિભાગના ખેલાડીઓએ ભુવનેશ્વર વિભાગની ટીમને એક પોઈન્ટના માર્જીનથી હરાવ્યું હતું.
ખો-ખો અંડર-17 (બોય કેટેગરી) સ્પર્ધામાં બેંગલુરુની ટીમ વિજેતા, ભુવનેશ્વર રનર અપ અને ગુરુગ્રામની ટીમ સેકન્ડ રનર અપ રહી હતી.
PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટ ખાતે ચાલી રહેલી ખો-ખો અંડર 14 (બોયઝ કેટેગરી) સ્પર્ધામાં લખનૌની ટીમ ફાઈનલ મેચમાં એર્નાકુલમને 24-20થી હરાવી વિજેતા બની હતી. રાયપુરની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. ખો-ખો અંડર 14 (બોય કેટેગરી) સ્પર્ધામાં લખનૌની ટીમ વિજેતા, એર્નાકુલમની ટીમ રનર અપ અને રાયપુરની ટીમ સેકન્ડ રનર અપ રહી હતી.
કેન્દ્રીય વિદ્યાલય સ્પેસ એપ્લિકેશન સેન્ટર, વસ્ત્રાપુર ખાતે ચાલી રહેલી ચેસ અંડર-14 (બોયઝ કેટેગરી) સ્પર્ધામાં નવ રાઉન્ડ પછી, ભુવનેશ્વરનો આયુષ્માન મોહંતી પ્રથમ, હૈદરાબાદનો અનાગ્નિ શશાંક બીજા ક્રમે અને ચેન્નાઈનો કાર્તિક સાઈ પી ત્રીજા ક્રમે રહ્યો હતો.
કેન્દ્રીય વિદ્યાલય ONGC ચાંદખેડા ખાતે ચાલી રહેલી ચેસ અંડર-19 (બોયઝ કેટેગરી) સ્પર્ધામાં નવ રાઉન્ડ બાદ એર્નાકુલમના અર્પિત એસ. બિજોય પ્રથમ, કોલકાતાના રશિષ્ણુ દત્તા બીજા ક્રમે અને ચેન્નાઈના શાન પ્રવીણ ત્રીજા ક્રમે રહ્યા હતા.
નોંધનીય છે કે અર્પિત એસ બેજોય આ ટુર્નામેન્ટમાં અજેય રહ્યો હતો. ચેસ અંડર-17 (બોયઝ કેટેગરી) સ્પર્ધામાં, નવ રાઉન્ડ પછી, હૈદરાબાદના સુરદા યશસ્વી સત્ય પ્રથમ, હૈદરાબાદના સ્વામી પી દાસ બીજા ક્રમે અને ચેન્નાઈના પોન બાલાજી એન ત્રીજા સ્થાને રહી હતી.
AP/GP/JD
(Release ID: 2057885)
Visitor Counter : 65