યુવા બાબતો અને રમત મંત્રાલય
53મી કેન્દ્રિય વિદ્યાલય સંસ્થાન (KVS) રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધા 2024માં શતરંજ અને ખો-ખોમાં રોમાંચક મુકાબલો
Posted On:
22 SEP 2024 5:59PM by PIB Ahmedabad
53મી કેન્દ્રિય વિદ્યાલય સંસ્થાન (KVS) રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધા 2024માં શતરંજ અને ખો-ખોમાં રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે. અમદાવાદ સંભાગની ઉપાયુક્ત (ડેપ્યુટી કમિશ્નર)શ્રીમતી શ્રુતિ ભાર્ગવે જણાવ્યું કે ખો-ખોમાં ખેલાડીઓ વચ્ચે આગળ વધવાનો ઉત્સાહ જોવા મળે છે, જ્યારે શતરંજમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે.
અંડર-19 (છોકરા વર્ગ) શતરંજ સ્પર્ધામાં એર્નાકુલમના અર્પિત એસ. બિજોય, ચેન્નઈના શાન પ્રવીણ અને બેંગલુરુના ખોકટે સાઈપ્રસાદ ટોચના ત્રણ સ્થાન પર છે. અંડર-17 (છોકરા વર્ગ)માં હૈદરાબાદના સૂરદા યશસ્વી સત્ય, ભુવનેશ્વરના જ્યોત્સ્નવ તાલુકદાર અને લખનૌના આયુષ સક્સેના આગે છે. અંડર-14 (છોકરા વર્ગ)માં ભુવનેશ્વરના આયુષમાન મહન્તિ, મુંબઈના સાર્થક અનિલ ભાપકર અને ભોપાલના મિતાંશ દિક્ષિત આગળના રાઉન્ડમાં પહોંચી ગયા છે.
ખો-ખો અંડર-14 (છોકરા વર્ગ)ના ક્વાર્ટર ફાઇનલમાં ભુવનેશ્વર, લખનૌ, રાયપુર અને એર્નાકુલમની ટીમો સેમી ફાઇનલમાં પહોંચી છે. અંડર-17 (છોકરા વર્ગ)માં ગુરુગ્રામ, બેંગલુરુ, ભુવનેશ્વર અને લખનૌની ટીમો સેમી ફાઇનલમાં પહોંચી છે, જ્યાં વધુ રોમાંચક મુકાબલાઓ જોવા મળશે.
AP/GP/JD
(Release ID: 2057607)
Visitor Counter : 51