યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ છાવણીમાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ચાલી રહેલા 53મા રાષ્ટ્રીય સ્તરના ખો-ખો સ્પર્ધાનો ત્રીજો દિવસ રસપ્રદ અને સ્પર્ધાત્મક રહ્યો

Posted On: 21 SEP 2024 9:14PM by PIB Ahmedabad

અમદાવાદ છાવણીમાં સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ચાલી રહેલા 53મા રાષ્ટ્રીય સ્તરના ખો-ખો સ્પર્ધાનો ત્રીજો દિવસ ખૂબ જ રસપ્રદ અને સ્પર્ધાત્મક રહ્યો. અત્યાર સુધીમાં 46 લીગ મેચો યોજાઈ ચુકી છે. દરેક જૂથમાં મુકાબલા કેવો રહ્યો તે નીચે મુજબ છે:

- *જૂથ A*: ભૂવનેશ્વર 5/5

- *જૂથ B*: રાયપુર 4/4

- *જૂથ C*: એર્નાકુલમ 4/4

- *જૂથ D*: રાંચી 4/4

કુલ 23 રાજ્યોના 273 સ્પર્ધકો વચ્ચે રોમાંચક અને તીવ્ર સ્પર્ધા થઈ રહી છે. સાંજે થાકેલા ખેલાડીઓ માટે મનોરંજનની વ્યવસ્થા અંતર્ગત ખાસ ખેલકૂદ આધારિત ફિલ્મો દર્શાવવામાં આવી રહી છે, જે વિદ્યાર્થીઓમાં એકતા, સૌહાર્દ, વ્યવહારિકતા અને સમૂહજીવનના પાઠ શીખવે છે.

આ કાર્યક્રમનું આયોજન સુચારૂ રીતે થવું એ માટે સમગ્ર વિદ્યાલયના કર્મચારીઓ પ્રચાર્ય શ્રી સચિન કુમાર સિંહ રાઠૌરના નેતૃત્વ હેઠળ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે.

AP/GP/JD



(Release ID: 2057428) Visitor Counter : 48